રોહિત આ વર્ષે અત્યાર સુધીમાં 51 છગ્ગા ફટકારી દીધા છે
ધર્મશાલા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. રોહિતે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે શાહિદ આફ્રિદીથી આગળ નીકળી ગયો છે.
ન્યુઝીલેન્ડ સામે ગઈકાલે રમાયેલી મેચમાં રોહિત શર્માએ 40 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા છે 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ 4 છગ્ગાની મદદથી રોહિત એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની લીસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. રોહિત આ વર્ષે અત્યાર સુધીમાં 51 છગ્ગા ફટકારી દીધા છે.
એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ખેલાડી એબી ડી વિલિયર્સના નામે છે. તેણે વર્ષ 2015માં વનડેમાં 58 છગ્ગા ફટકાર્યા હતા. આ મામલે ક્રિસ ગેલ બીજા સ્થાને છે. ગેલે વર્ષ 2019માં 56 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે આ વર્ષે 51 છગ્ગા ફટકાર્યા છે. આવું કરી રોહિત શાહિદ આફ્રિદીથી આગળ નીકળી ગયો છે. આફ્રિદીએ વર્ષ 2002માં 48 છગ્ગા ફટકાર્યા હતા.