સ્પર્ધામાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી પાંચ ઈન ગ્સમાં 354 રન સાથે ટોચ પર
ધર્મશાલા
વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. જે રીતે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે તે જ રીતે રનોના મામલે પણ બે ભારતીય બેટ્સમેનો ટોપ પર છે. બીજી તરફ બોલિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમનો સ્પિનર કુલદીપ યાદવ પણ ટોપ-10 બોલર્સની લીસ્ટમાં સામેલ છે.
વન-ડે વર્લ્ડ કપ2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટે 5 ઇનિંગ્સમાં 354 રન બનાવ્યા છે, જયારે રોહિત શર્મા આ લીસ્ટમાં બીજા નંબરે છે. રોહિતે 5 ઇનિંગ્સમાં 311 રન બનાવ્યા છે. પાકિસ્તાન ટીમનો વિકેટકીપર મોહમ્મદ રિઝવાન 294 રન સાથે ત્રીજા નંબરે છે, જયારે ન્યુઝીલેન્ડનો ખેલાડી રચિન રવિન્દ્ર 290 રન સાથે ચોથા સ્થાને છે. પાંચમા નંબરે 268 રન સાથે ન્યુઝીલેન્ડ ટીમના જ ડેરલ મિચેલનું નામ છે.
વન-ડે વર્લ્ડ કપ2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી – 354 રન
રોહિત શર્મા – 311 રન
મોહમ્મદ રિઝવાન – 294 રન
રચિન રવિન્દ્ર – 290 રન
ડેરલ મિચેલ – 268 રન
વન-ડે વર્લ્ડ કપ2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ ટીમના મિચેલ સેન્ટનરે 5 મેચમાં 12 વિકેટ ઝડપી છે અને તે આ લીસ્ટમાં ટોપ પર છે, જયારે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 5 મેચમાં 11 વિકેટ સાથે બીજા નંબર પર છે. શ્રીલંકાનો દિલશાન મધુશંકા આ લીસ્ટમાં 11 વિકેટ સાથે ત્રીજા નંબરે છે. ન્યુઝીલેન્ડનો મેટ હેનરી 5 મેચમાં 10 વિકેટ ઝડપી ચોથા સ્થાને છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી 4 મેચમાં 9 વિકેટ ઝડપી પાંચમા નંબર પર છે.
વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મિચેલ સેન્ટનર – 12 વિકેટ
જસપ્રીત બુમરાહ – 11 વિકેટ
દિલશાન મધુશંકા – 11 વિકેટ
મેટ હેનરી – 10 વિકેટ
શાહીન આફ્રિદી – 9 વિકેટ