પોલીસ ફોર્સમાં ફ્રાંસની સરકાર સામે ફેલાયેલો અસંતોષ છે અને બે અધિકારીઓએ તો ધમકી આપી છે કે, જો ફ્રાંસના પ્રમુખ દરમિયાનગીરી નહીં કરે તો અમે બળવો કરીશું
પેરિસ
ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની પોલીસના ફાયરિંગમાં થયેલા મોત બાદ ફાટી નીકળેલા રમખાણો કાબૂમાં આવી રહ્યા નથી. ફ્રાંસમાં હવે ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ છે.
સૌથી ચોંકાવનારી વાત પોલીસ ફોર્સમાં ફ્રાંસની સરકાર સામે ફેલાયેલો અસંતોષ છે અને બે અધિકારીઓએ તો ધમકી આપી છે કે, જો ફ્રાંસના પ્રમુખ દરમિયાનગીરી નહીં કરે તો અમે બળવો કરીશું.
શુક્રવારની રાતે ફ્રાન્સની પોલીસે કહ્યુ હતુ કે ,અમે જંગલી ભીડની સામે યુધ્ધ કરી રહ્યા છે. . પોલીસે બળવાની ધમકી આપી હોવાનુ એક કારણ એ પણ છે કે, તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસને પૂરતી છુટ આપવામાં આવી રહી નથી.
ફ્રાંસમાં અત્યાર સુધીમાં પેરિસ તેમજ બીજા શહેરોમાં આગચંપીની 6000 કરતા વધારે ઘટનાઓ બની ચુકી છે. સંખ્યાબંધ વિડિયોમાં પોલીસ જવાનો તોફાનીઓ સામે ઝઝૂમતા નજરે પડી રહ્યા છે. શુક્રવારની રાતે પણ તોફાનીઓએ દુકાનોના કાચ તોડ્યા હતા તેમજ વાહનો સળગાવ્યા હતા. ફ્રાંસમાં તોફાનોના કારણે હવે ટુરિઝમ સેક્ટનરે નુકસાન થાય તેવી આશંકા છે. ફ્રાંસના એક શહેરમાં તોફાનીઓએ બેન્ક પણ સળગાવી દીધી છે.
મોતને ભેટેલા સગીરના અંતિમ સંસ્કાર શનિવારે છે અને તેના કારણે તોફાનો વધારે ભડકે તેવી આશંકા સેવાઈ રહી છે.