એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યું છે

નવી દિલ્હી
વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્સએપને જરૂરી એક્શન લેવા માટે કહેવામાં આવ્યુ. હવે લાગે છે કે મેસેજિંગ પ્લેટફોર્મે અજાણ્યા કોલ્સથી યુઝર્સને બચાવવાનો તોડ કાઢી લીધો છે. મંગળવારે વ્હોટ્સએપે જણાવ્યુ કે તે 2 નવા અપડેટ લઈને આવી રહ્યુ છે. યુઝર્સ હવે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરી શકે છે. વ્હોટ્સએપ સેટિંગમાં જઈને આ ફીચરને ઓન કરી શકાય છે. એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યુ કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યુ છે.
વ્હોટ્સએપે જણાવ્યુ કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરવા સાથે જોડાયેલુ ફીચર લોકોને વધુ પ્રાઈવસી અને ઈનકમિંગ કોલ્સ પર કંટ્રોલ આપશે. વ્હોટ્સએપનો દાવો છે કે આ ફીચર સ્પેમ, સ્કેમ અને અજાણ્યા લોકોના કોલ્સને આપમેળે બ્લોક કરી દે છે. આ કોલ્સ આવવાથી મોબાઈલની ઘંટડી વાગશે નહીં પરંતુ આ કોલ યુઝર્સની કોલ લિસ્ટમાં જોવા મળશે કેમ કે શક્યતા છે કે આમાંથી કોઈ કોલ તમારા માટે જરૂરી હોય.
ગેજેટ 360 હિન્દીની ટીમે આ ફીચરને ચેક કર્યુ. અમને આ ફીચર વર્તમાન સ્ટેબલ વર્ઝનોમાં જોવા મળ્યુ. જો તમે આ ફીચરને ઈનેબલ કરો છો તો તમે અજાણ્યા નંબરોથી આવતા કોલ્સથી પરેશાન નહીં થાવ જોકે એપ અને નોટિફિકેશન એરિયામાં કોલ જોવા મળશે. આનો અર્થ એ છે કે જો કોઈ અજાણ્યા કોલ જરૂર હોય તો યુઝર્સ તેને પિક કરી શકે.
આ રીતે અજાણ્યા કોલ્સને મ્યૂટ કરી શકાશે
જો તમે એક એન્ડ્રોયડ સ્માર્ટફોન યુઝર છો અને પોતાના ફોનમાં આ ફીચરને ઈનેબલ કરવા ઈચ્છો છો, તો આ સ્ટેપ ફોલો કરો.
વ્હોટ્સએપમાં સૌથી ઉપર જોવા મળી રહેલા 3 ડોટ્સ પર ક્લિક કરો.
એક નાની વિન્ડો ખુલશે, જ્યાં સૌથી નીચે સેટિગનું ઓપ્શન હશે, તેની પર ક્લિક કરો.
સેટિંગમાં ક્લિક કર્યા બાદ તમારે પ્રાઈવસી ફીચર પર ક્લિક કરવાનું છે.
સ્ક્રોલ કરો અને નીચેની તરફ કોલ્સ ઓપ્શન પર ક્લિક કરો.
અહીં તમને સાઈલન્સ અનનોન કોલર્સનું ઓપ્શન મળશે, આને ઈનેબલ કરી દો.
આ સિવાય વ્હોટ્સએપે કહ્યુ છે કે તેઓ તમામ લોકો સુધી સુરક્ષા ઉપાયોની જાણકારી પહોંચાડવાના હેતુથી પ્રાઈવસી ચેકઅપ નામનું વધુ એક ફીચર લોન્ચ કરી રહ્યુ છે. હવે લોકો એકબીજાને વોટ્સએપ પર ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો વિશે જણાવી શકે છે.