- ભારતની નંબર 1 અને વિશ્વની નંબર 27 ખેલાડી, નૂરજહાં નૂરઅલી ચાર ટુર્નામેન્ટની આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભાગ લઈ રહ્યા છે.
- તેઓ ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે ક્વોલિફાય થવા માટે ટોપ- 6 એશિયન રેન્કિંગ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે.
- નૂરજહાં નૂરઅલીને અદાણી સ્પોર્ટ્સલાઈનની ‘ગર્વ હૈ’ પહેલ દ્વારા સમર્થન મળી રહ્યું છે, જે તેમને વ્યવસ્થિત તાલીમ, ટુર્નામેન્ટનું આયોજન, નાણાકીય સહાય અને આંતરરાષ્ટ્રીય અનુભવ આપે છે.

અમદાવાદ
ભારતની નંબર 1 રેન્કિંગ ધરાવતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં યુરોપ અને એશિયાના ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જે ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે તેમના ક્વોલિફિકેશન અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના (ITTF) વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ હેઠળ ક્લાસ 7 માં વિશ્વ ક્રમાંક 27માં રહેલ નૂરજહાં સ્પષ્ટ લક્ષ્ય સાથે આ તબક્કામાં પ્રવેશ કરી રહી છે. તેમનું અભિયાન 29 એપ્રિલથી 2 મે દરમિયાન મોન્ટેનેગ્રોમાં યોજાયેલા ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર પોડગોરિકાથી શરૂ થયું હતું. અને હવે તેઓ 5 થી 9 મે દરમિયાન સ્લોવેનિયાના લાસ્કોમાં ઓયાજીત ITTF વર્લ્ડ પેરા ચેલેન્જરમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારબાદ તેઓ 11 થી 15 મે દરમિયાન ITTF વર્લ્ડ પેરા એલિટ લાસ્કોમાં ભાગ લેશે, અને અંતે 17 થી 21 મે દરમિયાન તાઇવાનનામાં આયોજીત થનાર ITTF વર્લ્ડ પેરા એલિટ તાઈપેઈ સિટી ખાતે પોતાનું અભિયાન પૂર્ણ કરશે.
હાલમાં તેઓ એશિયામાં 8માં ક્રમે છે, અને હવે તેઓ ટોપ-6 માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય રાખે છે; આ તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.
પાંચ વર્ષની ઉંમરે પોલિયોની ઓળખ થયા બાદ, નૂરજહાં 2022 માં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસમાં પાછા ફર્યા અને ત્યારથી જ તેઓ રમતમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આ વર્ષની શરૂઆતમાં ઇન્દોરમાં ઓયાજીત UTT પેરા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26 નું ટાઈટલ પોતાને નામ કર્યું; આ પરિણામથી તેઓ ઓ શ્રેણીમાં ભારતની નંબર 1 ખેલાડી બની ગયા.
અમદાવાદમાં રહેતા નૂરજહાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) માં જુનિયર ઓફિસર તરીકે કામ કરે છે. તેઓ તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે કંપનીએ અનુકૂળ અને કામના કલાકો અને રજાઓ સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડી છે.
નૂરજહાંએ કહ્યું કે, “આ તબક્કો મારી લાયકાત માટે મહત્વપૂર્ણ છે. સતત સમર્થન અને યોગ્ય તાલીમના વાતાવરણ સાથે, હું એશિયાના ટોપ- 6 ખેલાડીઓમાં સ્થાન મેળવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.”
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું, “નૂરજહાંની આ યાત્રા તેની હિંમત, લડાયક ભાવના અને શિસ્તને પ્રતિબિંબિત કરે છે. રમતમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે તેની વ્યાવસાયિક જવાબદારીઓને સંતુલિત કરવાની તેની આ ક્ષમતા તેને બધા કરતા અલગ પાડે છે. અમને તેના પર ગર્વ છે અને આ મહત્વપૂર્ણ તબક્કાની તૈયારીમાં તેને ટેકો આપી રહ્યા છીએ, જેથી તે દેશને ગૌરવ અપાવી શકે.”
