Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

દેશ મોટી વયની વસતી વધતા જાપાન અન્ય દેશના લોકોને તક આપે છે

Spread the love

2012માં જાપાનનું અર્થતંત્ર 6.3 લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે

ટોક્યો

વિશ્વમાં કુલ 197 દેશ છે. જેમાંથી અમુક દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી છે તો અમુકની કફોડી હાલત છે. જો દેશની અર્થવ્યવસ્થા સારી હોય તો તે દેશનો વિકાસ થઇ રહ્યો છે એમ કહી શકાય છે. તેમજ જો દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ છે તો દેશમાં ગરીબીની સ્થિતિ સર્જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે અર્થવ્યવસ્થા જૂની થશે ત્યારે શું સ્થિતિ હશે અને ક્યાં દેશની અર્થવ્યવસ્થા ખૂબ જૂની છે. 

વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતો દેશ જાપાન છે. જાપાનની મોટાભાગની વસ્તી વધતી ઉંમરના સંકટનો સામનો કરી રહી છે. જેની અસર દેશના આર્થિક વિકાસ પર પડી રહી છે. તેમજ જાપાનના લોકોની વધતી ઉંમર પણ એ દર્શાવે છે કે જાપાનની અર્થવ્યવસ્થા સૌથી જૂની અર્થવ્યવસ્થા છે. હાલમાં જ જાપાનમાં આવેલી મંદીના કારણે જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું પોતાનું સ્થાન પણ ગુમાવ્યું હતું. 

આઈએમએફના આંકડા અનુસાર 2012માં જાપાનનું અર્થતંત્ર 6.3 લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે. સ્થાનિક ચલણ યેન અમેરિકન ડોલર સામે 80ની સપાટીથી નબળો પડી અત્યારે 140 પટકાતા, સરકાર અને સેન્ટ્રલ બેંકની નેગેટીવ વ્યાજ દર, એટલે કે બેંકમાં નાણા જમા કરાવવા માટે થાપણદારને ખર્ચ થાય એવી હોવાથી યેન સતત નબળો પડી રહ્યો છે. યેનની નબળાઈથી નિકાસ આધારિત અર્થતંત્ર ચાલી રહ્યું છે. જાપાનમાં વસતી ઘટી રહી છે, જન્મદર એકદમ નબળો છે એટલે વયસ્કની વસતી વિશ્વમાં સૌથી વધુ છે. દેશની ત્રીજા ભાગની વસતી 65 વર્ષથી વધારે ઉંમર ધરાવે છે એટલે સ્થાનિક ખરીદી અને લોકોની ખરીદશક્તિ એકદમ ઓછી હોવાથી અર્થતંત્ર છેલ્લા એક દાયકાથી લગભગ 0.2 ટકાથી 1 ટકા વચ્ચે જ વિકસી રહ્યું છે અને તેના કારણે અર્થતંત્રનું કદ ઘટયું છે.

જાપાનના લોકોની વધતી ઉંમરના કારણે ત્યાંની સરકાર અન્ય દેશના લોકોને તક આપી રહી છે. જેનો લાભ ભારતીયો પણ ઉઠાવી રહ્યા છે. ભારતમાં એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2022 વચ્ચે જાપાન દ્વારા લગભગ 38 બિલિયન યુએસ ડોલરના એફડીઆઈ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારત માટે જાપાન પાંચમો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે. તેમજ વર્ષ 2023માં જાપાનની અર્થવ્યવસ્થા 1.9 ટકાના દરે વૃદ્ધિ પામી છે. 

ભારતની અર્થવ્યવસ્થા જોઈએ તો હાલમાં આપણો દેશ યુવાન છે. અહીંની મોટાભાગની વસ્તી યુવાનોની છે. આ જ કારણ છે કે ભારત સૌથી ઝડપી વિકાસશીલ દેશોમાં પણ આગળ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *