રાહુલ ગાંધીએ રસ્તામાં અકસ્માતગ્રસ્ત સ્કૂટી ચાલકની મદદ કરી

Spread the love

કોંગ્રેસના નેતા સંસદ જવા નિકળ્યા ત્યારે રસ્તામાં એક સ્કૂટીને અકસ્માત થયો હોઈ તેમણે કાર રોકીને મદદ કરી


નવી દિલ્હી
લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ ચર્ચામાં સામેલ થયા છે. આજે કોંગ્રેસના નેતા તેમના નિવાસસ્થાનથી સંસદ જવા નીકળ્યા ત્યારે તેમની કાર અચાનક રોકાઈ ગઈ હતી. તેમની ગાડી રોકાવાનું કારણ એક અકસ્માત હતો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે 10 જનપથ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક સ્કૂટીનો અકસ્માત થયો હતો. આ પછી તે તરત જ તેમની કારમાંથી નીચે ઉતર્યા અને સ્કૂટી ચાલકની ખબર પૂછી હતી. જ્યારે સ્કૂટી ડ્રાઈવે કહ્યું કે તે સંપૂર્ણપણે ઠીક છે, ત્યાર બાદ તે કારમાં બેસીને સંસદ જવા રવાના થઈ ગયા હતા.

Total Visiters :158 Total: 1495081

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *