ત્યાગરાજ સ્ટેડિયમમાં આયોજીત મેગા ઈવેન્ટમાં વર્લ્ડ કપનો લોગો અને ટેગલાઈન #TheWorldGoesKho લોન્ચ કરાયા
નવી દિલ્હી
ભારતીય પરંપરાગત રમત માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં શાનદાર માહોલમાં ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (કેકેએફઆઈ) એ પ્રથમવાર યોજાનાર ખો-ખો વર્લ્ડ કપની તારીખોની જાહેરાત કરી અને ટૂર્નામેન્ટનો લોગો જાહેર કર્યો.
વૈશ્વિક રમતના ફલક પર ભારતની પરંપરાગત રમતોમાંથી એક એવા ખો-ખોના આ વર્લ્ડ કપની પ્રારંભિક સિઝન 13 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના આઈજીઆઈ સ્ટેડિયમમાં યોજાશે. આ અભૂતપૂર્વ ટૂર્નામેન્ટના માધ્યમથી ભારતની પ્રિય રમતને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાનો વાયદો કરાયો છે.
લોન્ચિંગ કાર્યક્રમમાં ટીમ મહારાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે એક એક્ઝિબિશન મેચનું આયોજન કરાયું હતું. મેચ 26-24થી મહારાષ્ટ્રની તરફેણમાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન દર્શકો રોમાંચક રમતને જોતા પોતાના સ્થળ પરથી સહેજ પણ હલ્યા નહોતા.
આ વર્લ્ડ કપના સત્તાવાર લોગો અને ટેગલાઈન #TheWorldGoesKho ને નાટ્યાત્મક ઢબે લોન્ચ કરાયા હતા. મોટી સંખ્યામાં મહત્વકાંક્ષી એથ્લિટ્સ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની રમતના સ્વપ્નની સોનેરી સવાર થતા જોઈ અને આ સાથે જ માહોલમાં ઉત્સાહનો વધારો થયો. આ પરંપરાગત રમતને વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બનાવવા માટે આ ટૂર્નામેન્ટમાં 24 દેશની પ્રભાવશાળી લાઈનઅપ સામેલ રહેશે, જેમાં પુરુષ અને મહિલા બંને ટીમો વૈશ્વિક સ્તરે વર્ચસ્વ જમાવવા સ્પર્ધા કરશે.
ચેમ્પિયનશિપમાં મહિલા અને પુરુષ ડિવિઝનમાં 16-16 ટીમો સામેલ રહેશે,જેઓ ટાઈટલની સ્પર્ધા માટે શ્રેષ્ઠ મંચ તૈયાર કરશે.
કેકેએફઆઈના અધ્યક્ષ શ્રી સુંધાશુ મિત્તલે પોતાની લાગણીસભર જાહેરાત દરમિયાન કહ્યું કે,”ખો-ખો આપણા દેશની માટીની રમતોમાંથી એક છે. આ કારણે રમતને અમે મેટ પર લાવી રહ્યાં હોવાનો અમને ગર્વ છે. ફેડરેશનનો આભાર, જેમણે રમતના આંતરરાષ્ટ્રીય બનવાના આયોજન માટે આકરી મહેનત કરી છે. આપણે બધાએ સૌપ્રથમ અલ્ટીમેટ ખો-ખો લીગ થકી રમતને દર્શકો સુધી પહોંચાડી છે અને હવે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ સાથે આ રમતને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાનો સમય આવી ગયો છે.”
કેન્દ્રીય યુવા અને રમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે એ આ ઈવેન્ટમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે,”મહાભારતનાં સમયથી જ રમત દેશના ઈતિહાસનો ભાગ રહી છે. ભારત સરકાર ઘણી સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપી રહી છે અને 2025માં ખો-ખો વર્લ્ડ કપના પ્રારંભિક સિઝનનું આયોજન એ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ ડગલું છે. વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીન સ્પોર્ટ્સ સાયન્સ મામલે પ્રયાસો બદલ કેકેએફઆઈને અભિનંદન પાઠવું છું, કારણ કે- આ રમતને નવા સ્તરે પહોંચાડે છે.”
ઈઝમાયટ્રીપના સીઈઓ અને કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ કહ્યું કે,”અમે 2025માં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ માટે સત્તાવાર ભાગીદાર બનવા મુદ્દે ઉત્સાહિત છીએ. આ આયોજન ખો-ખો માટે ગતિશીલ લાગણી દર્શાવવા ઉપરાંત ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં રમતને સામેલ કરવાની મહત્વકાંક્ષાને પ્રોત્સાહન આપતું એક ડગલું છે. જે રીત ઈઝમાયટ્રીપ યાત્રા બિઝનેસ મામલે શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે તે જ રીતે અમે રમતના આંતરરાષ્ટ્રીય બનવાની યાત્રામાં સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
આ ઐતિહાસિક ચેમ્પિયનશિપ ખો-ખો માટે એક મોટો કૂદકો છે. જે લોકપ્રિય સ્થાનિક રમતને વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત કરી રહ્યું છે. ભારત આ રમત ક્રાંતિનું નેતૃત્ત્વ કરી રહ્યું છે અને 2025 વર્લ્ડ કપ એ ગતિ, રણનીતિ અને રમત શ્રેષ્ઠતાનો એક અવિસ્મરણીય ઉત્સવ રહેશે તેવુ વચન આપે છે.
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા વિશે
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (કેકેએફઆઈ)એ ભારતમાં ખો-ખોની રમતની ગવર્નિગ બોડી છે અને શ્રી સુધાંશુ મિત્તલ આ સંસ્થાના પ્રમુખ છે. દરેક સ્ટેટ એસોસિએશન નેશનલ ફેડરેશન સાથે જોડાયેલા છે અને નેશનલ બોડી દર વર્ષે પુરુષ, મહિલા અને જુનિયર કેટેગરીમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે. અલ્ટિમેટ ખો-ખો (યુકેકે) એ ભારતની ફ્રેન્ચાઈઝ બેઝ્ડ ખો-ખો લીગ છે. જેને કેકેએફઆઈના સહયોગથી દર વર્ષે યોજવામાં આવે છે.