પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતાઃ ઐયર

Spread the love

ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી

નવી દિલ્હી

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે.

મણિશંકર અય્યરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ સાંપ્રદાયિક હતા અને તેમને દેશના પહેલા ભાજપના વડાપ્રધાન કહ્યા હતા. અય્યરે રાવ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેઓ રામ-રહીમ યાત્રા કાઢી રહ્યા હતા. પુસ્તકના ઔપચારિક વિમોચન પ્રસંગે વરિષ્ઠ પત્રકાર સાથે અય્યરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. અય્યરે પોતાના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો અને ડિસેમ્બર 1978થી જાન્યુઆરી 1982 સુધી કરાચીમાં કોન્સલ જનરલ તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે.

અય્યરને જ્યારે રામ મંદિર મુદ્દે રાજીવ ગાંધીની તેમની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે શિલાન્યાસ ખોટો હતો. મને લાગે છે કે રાજીવ ગાંધીએ કરેલી સૌથી મોટી ભૂલ હતી. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના વડા અને રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ હાજર હતા. ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી હતી.

Total Visiters :144 Total: 1497857

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *