ભારતમાં બનેલા આઈફોન સપ્લાય કરવામાં એપલ નંબર-1

Spread the love

પહેલીવાર એપલએ ભારતથી સ્માર્ટફોન ઇમ્પોર્ટ કરવાના મામલે સેમસંગને પાછળ છોડી દીધું

નવી દિલ્હી

દુનિયાભરમાં જાણીતી સ્માર્ટફોન કંપની એપલ ભારતમાં સતત રોકાણ કરી રહી છે. એપલ ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરવાનું પ્રયત્ન કરી રહ્યું છે. જેથી તેણે ગત વર્ષોમાં ભારતમાં આઈફોન બનાવવું શરુ કર્યું છે. એપલ સિવાય સેમસંગ જેવી બ્રાંડ પણ ભારતમાં પોતાના સ્માર્ટફોનનું નિર્માણ કરે છે. પરંતુ દુનિયાભરમાં ભારતમાં બનેલા આઈફોન સપ્લાય કરવામાં એપલ નંબર-1 બ્રાન્ડ બની ગઈ છે.

ગયા જૂન કવાર્ટરમાં મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ એક્સપોર્ટ (મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ એક્સપોર્ટ)માં એપલ બ્રાંડ ટોપ પર રહી છે. પહેલીવાર એપલએ ભારતથી સ્માર્ટફોન ઇમ્પોર્ટ કરવાના મામલે (એપલ ઓવરટેકન સેમસંગ ઈન સ્માર્ટફોન ઈમ્પોર્ટ ફ્રોમ ઈન્ડિયા) સેમસંગને પાછળ છોડી દીધું છે. એપલએ દેશના કુલ 12 મિલિયન શિપમેન્ટમાંથી 49 ટકાની શિપિંગ કરી છે જયારે સેમસંગે માત્ર 45 ટકા જ શિપિંગ કરી છે.

એપલ તરફથી ભારતમાં આઈફોન મેન્યુફેક્ચરિંગ (આઈફોન મેન્યુફેક્ચરિંગ ઈન ઈન્ડિયા) પર સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે એપલ ભારતને સૌથી યોગ્ય માર્કેટ માને છે. જેના પાછળ બે કારણો છે : (i) ભારતમાં સ્માર્ટફોન બનાવવું સસ્તું છે. આ સાથે ભારત સરકાર સ્થાનિક સ્તરે સ્માર્ટફોન બનાવવા માટે ઘણી છૂટ આપી રહી છે. (ii) ભારત પોતે સ્માર્ટફોનનું એક મોટું માર્કેટ છે.

એપલએ ભારતમાં આઈફોનનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2017માં શરુ કર્યું હતું. સૌથી પહેલા એપલએ ભારતમાં આઈફોન એસઈની મેન્યુફેક્ચરિંગ કરી હતી. જયારે વર્ષ 2022થી એપલ ભારતમાં આઈફોન 14ના જૂના મોડલનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે. પરંતુ આ વખતે કંપની હાલમાં લોન્ચ થયેલા લેટેસ્ટ આઈફોન 15 સિરીઝના બેઝ વેરિઅન્ટ આઈફોન 15 અને આઈફોન 15 પ્લસનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ ઉપરાંત સેલના પહેલા દિવસથી જ મેડ ઇન ઇન્ડિયા આઈફોન 15 વેચાણ માટે ઉપલબ્ધ છે.

Total Visiters :141 Total: 1498714

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *