Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

માતા બનવું હોઈ પતિને જેલમાંથી 15 દિવસ માટે મુક્ત કરવા પત્નીની અરજી

Spread the love

મહિલાએ સંતાન પ્રાપ્તિને પોતાનો મૌલિક અધિકાર ગણાવ્યો, કોર્ટે મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો

ઈન્દોર

મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ અરજી દાખલ કરતા માંગ કરી છે કે, તે માતા બનવા માંગે છે. એટલા માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. હવે આ મામલે હાઈકોર્ટે મહિલાની મેડિકલ તપાસનો આદેશ આપ્યો છે. જેથી જાણી શકાય કે, તે ગર્ભ ધારણ કરી શકે કે, ન કરી શકે. મહિલાનો પતિ કોઈ ગુનાહિત કેસમાં ઈન્દોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. અરજદાર મહિલાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના પતિને 15થી 20 દિવસ માટે ઈન્દોર જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, તે એક બાળકને જન્મ આપવા માંગે છે. તેણે સંતાન પ્રાપ્તિને પોતાનો મૌલિક અધિકાર ગણાવ્યો છે. 

આ મામેલ સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિવેક અગ્રવાલની ખંડપીઠે જબલપુર મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ડોક્ટરોની આ ટીમ તપાસ કરશે કે મહિલા શારીરિક રીતે ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય છે કે નહીં. આ મામલે આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે, અરજદારનો પતિ એક અપરાધિક કેસમાં જેલમાં છે અને તે ગર્ભ ધારણ કરવા માંગે છે. અરજદારે આ હેતુ માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. કોર્ટે મહિલા અરજદારને 7 નવેમ્બરે જબલપુર મેડિકલ કોલેજના ડીન સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

અરજદાર મહિલાએ તેની અરજીના સમર્થનમાં રેખા વિરુદ્ધ રાજસ્થાન સરકાર 2022ના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટના આદેશનો પણ હવાલો આપ્યો. આ કેસમાં હાઈકોર્ટની એક ખંડપીઠે સંતાન પ્રાપ્તિ માટે આજીવન કેદની સજા પામેલા કેદીને 15 દિવસના પેરોલ આપ્યા હતા. રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા વકીલે મહિલાની આ અરજીનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે, દાવો કર્યો કે તે મેનોપોઝની ઉંમર વટાવી ગઈ છે. તેથી કુદરતી રીતે અથવા કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગર્ભ ધારણની કોઈ શક્યતા નથી.

બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ વિવેક અગ્રવાલે જબલપુર મેડિકલ કોલેજના ડીનને પાંચ ડોક્ટરોની એક ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાંથી ત્રણ ગાયનેકોલોજિસ્ટ છે, એક મનોચિકિત્સક છે અને બીજો એન્ડોક્રિનોલોજિસ્ટ છે. આ ટીમ અરજદાર મહિલાની તપાસ કરશે અને જાણ કરશે કે શું તે ગર્ભ ધારણ કરી શકે છે? આ ટીમ 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *