વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાન શરૂ કર્યું

Spread the love
  • રિલાયન્સ ફાઉન્ડેશનની ઝુંબેશ વિશ્વ પર્યાવરણ દિવસની 50મી વર્ષગાંઠની ઉજવણી કરે છે
  • સહભાગિતા સાથેની હરિત ઝુંબેશ માટે 50,000 સ્વયંસેવકોનું સમર્થન
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 23 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમુદાય સંચાલિત અભિગમ દ્વારા એક લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા
  • આગામી થોડા મહિનામાં 5,00,000 રોપાઓ વાવવામાં આવશે
  • મેન્ગ્રોવ્સથી મિયાવાકી પ્રકારની જે તે પ્રદેશને અનુકૂળ વાવેતર પ્રવૃત્તિઓ કરવામાં આવી

મુંબઈ

 રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું.

આગામી કેટલાક મહિનાઓમાં ‘પ્લાન્ટ4લાઈફ’ દ્વારા ઓછામાં ઓછા 50,000 સ્વયંસેવકોના સહયોગથી દેશભરમાં 500,000 રોપાઓ વાવવાની તૈયારી કરવામાં આવી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની સહભાગિતાથી એક ઝુંબેશ તૈયાર કરવાનો છે. રિલાયન્સના સ્વયંસેવકોના સમુદાય દ્વારા ‘વી કેર’ની ભાવનાને આત્મસાત કરવાથી અભિયાનને મજબૂત વેગ મળશે.

“વિશ્વ પર્યાવરણ દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે અમે આ પ્રસંગને એક વિશેષ અભિયાન સાથે ચિહ્નિત કરવા માગીએ છીએ, ભવિષ્યની પેઢીઓ માટે આપણી પૃથ્વીનું રક્ષણ કરવા અને જાળવણી કરવા માટેની વ્યક્તિગત અને સામુદાયિક ઝુંબેશને વેગ આપવા માટે દેશભરના હજારો રિલાયન્સ સ્વયંસેવકોને એકસાથે લાવીશું,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ શ્રી જગન્નાથ કુમારે જણાવ્યું હતું.

સોમવારે અભિયાનની શરૂઆત 25 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક લાખથી વધુ રોપાઓ વાવવા સાથે થઈ હતી. પ્લાન્ટ4લાઇફ અભિયાન હેઠળ રિલાયન્સના કર્મચારીઓ  તેમના પોતાના છોડની સંભાળ રાખશે. આ ઝુંબેશ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે, તેમાં સ્વયંસેવકો અને તેમના પરિવારો દ્વારા સીડબોલ્સ બનાવવાનો સમાવેશ થાય છે. કાદવ અને ખાતરથી બનેલા સીડબોલ્સ અંકુરિત થાય છે અને વરસાદ દરમિયાન વિખેરાઈ જાય ત્યારે છોડ વધવાનો માર્ગ આપે છે.

વિવિધ સ્થળો પર હાથ ધરાયેલી પ્રવૃત્તિઓમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મોટા પાયે મેન્ગ્રોવ પ્લાન્ટેશન અને રાજ્યના વન વિભાગના સહયોગથી ગુજરાતના કચ્છમાં મિયાવાકી જંગલના સહ-વિકાસનો સમાવેશ થાય છે. કચ્છમાં ઉનાળા દરમિયાન ઘાસચારાની ઉપલબ્ધતા વધારવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચરલ રિસર્ચ દ્વારા ભલામણ કરાયેલા કેક્ટસના ચારાની જાતોનું વાવેતર કરવામાં આવશે.

વર્ષોથી રિલાયન્સે કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને વૃક્ષારોપણ સહિતની વિવિધ પર્યાવરણ સંરક્ષણ પહેલોને સમર્થન આપ્યું છે. આજની તારીખે રિલાયન્સે સમગ્ર દેશમાં 2.39 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.

પ્લાન્ટ4લાઇફ અભિયાનનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પૃથ્વીનું જતન કરવા માટેના પ્રયાસોને આગળ વધારવા માટે એકત્ર કરવાનો છે અને ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામુદાયિક પગલાંને આગળ ધપાવવા માટેના જન અભિયાન માટે શરૂ કરાયેલા લાઇફ કેમ્પેન મિશનને ઉત્તેજન પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *