ન્યૂઝીલેન્ડનું વર્લ્ડ કપની સેમિફાઈનલમાં લગભગ સ્થાન નિશ્ચિત

Spread the love

કોઈ ચમત્કાર જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે

નવી દિલ્હી

વર્લ્ડ કપ 2023માં ભારતની ટીમ તમામ મેચ જીતીને પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારબાદ સાઉથ આફ્રિાક અને ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ગઈકાલે ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચ જીતીને સેમિફાઈનલ માટે લગભગ કન્ફર્મ થઈ ગઈ છે ત્યારે હવે કોઈ ચમત્કાર જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે.

વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી 41મી મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટથી પરાજય આપીને સેમિફાઈનલમાં લગભગ પોતાની જગ્યા બનાવી દીધી છે. ન્યુઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાન ટીમની મુશ્કેલી વધારી દીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ રનરેટ અને પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન કરતા આગળ નીકળીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાન ટીમને હવે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલની રાહ મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. આ ટુર્નામેન્ટમાં હવે પાકિસ્તાન માટે જો અને તો જેવી સ્થિતિ થઈ ગઈ છે. પાકિસ્તાન ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 287 રનથી મેચને જીતવો પડશે તેમજ જો બીજી બેટિંગ કરે તો 2.4 ઓવરમાં જ એટલે કે માત્ર 16 બોલમાં જ ટાર્ગેટને ચેઝ કરવાનો રહેશે. 

ન્યુઝીલેન્ડની જીત સાથે જ પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન ટીમની મુશ્કેલી પણ વધારી છે. અફઘાનિસ્તા ટીમને પણ સેમિફાઈનલમાં પાકિસ્તાન ટીમ જેવો જ ચમત્કાર કરવો પડશે. અફઘાનિસ્તાન આજે સાઉથ આફ્રિકા સામે રમશે જેમાં ટીમને આ મેચ 438 રનના માર્જીનથી જીતવી પડશે જે અશક્ય છે. આ રીતે જોઈએ તો પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાની ટીમની પણ સેમિફાઈનલમાં પહોંચવાની આશા નહિવત્ છે. એટલે કે ન્યુઝીલેન્ડની ટીમ સેમિફાઈનલમાં નિશ્ચિત છે.

વર્લ્ડ કપ 2023માં હવે પ્રથમ સ્થાને રહેલી ભારતીય ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે તે સ્પષ્ટ છે. પ્રથમ સેમિફાઈનલ મેચ 15મી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે રમાશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *