પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપને રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસને તેલંગણામાં લાભના સંકેત, 3 ડિસેમ્બરે પરિણામ
નવી દિલ્હી
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ આવ્યા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. સમગ્રતઃ એક્ઝિટ પોલના અનુસાર ભાજપને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસને છત્તીસગઢ અને તેલંગણામાં જ્યારે એમએનએફને મિઝોરમમાં બહુમતી મળવાનો અંદાજ છે.
રાજસ્થાનની કુલ બેઠકો 200, બહુમતી માટે 100 બેઠક
પક્ષ બેઠકો
આઈએનસી 71-91
ભાજપ 94-114
અન્યો 9-19
100 બેઠક વિજય માટે 199
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજસ્થાનમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી હતી. રાજ્યમાં 25 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 74.13 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ચૂંટણી પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યમાં બહુમતી મેળવવાનો આંકડો 100 છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું 25 નવેમ્બરે મતદાન થયું હતું, રાજ્યના મતદારોએ ગત વર્ષ કરતા આ વર્ષે 74.13 ટકા મતદાન કર્યું હતું. નવી સરકારની પસંદગી કરવા માટે 74.72 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 74.53 ટકા પુરુષોએ પણ મતદાન કર્યું હતું. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 200 બેઠકોમાંથી 195 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જેમાં 100 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકો અને અપક્ષે 13 બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને 6 બેઠકો, રાષ્ટ્રીય લોકશાહી પક્ષે 3 બેઠકો, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)એ 2 બેઠકો, ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2 બેઠકો, રાષ્ટ્રીય લોકદળે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.
રાજસ્થાનમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી 200માંથી 163 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 4 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો, જ્યારે અપક્ષે 9 બેઠકો મેળવી હતી.
રાજસ્થાનની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી 10 ચહેરા એવા છે જેમના પર આખા દેશની નજર છે. આ ચહેરાઓમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ગોવિંદ સિંહ દોતાસરા, સીપી જોશી, નરેન્દ્ર બુધનિયા જેવા મોટા નેતાઓના નામો સામેલ છે, જ્યારે ભાજપની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, કિરોડી લાલ મીણા, મહંત બાલક નાથ પર આખા દેશની નજર છે.
મધ્યપ્રદેશની કુલ બેઠકો 230, બહુમતી માટે 116 બેઠક
પક્ષ બેઠકો
ભાજપ 88-112
આઈએનસી 113-137
એસપી 0-0
અન્યો 2-8
116 બેઠક બહુમતી માટે –230
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 230 વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. મધ્યપ્રદેશમાં અગાઉ 2018માં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસે બીએસપી, એસપી અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. જોકે ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો કરી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થતા કોંગ્રેસની કમલનાથ સરકાર 15 મહિનામાં પડી ભાંગી હતી. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાનો આંકડો 116 છે.
રાજસ્થાન 16મી વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 76 ટકાથી વધુ મતદાન થયું હતું. અગાઉ 2008માં 69.52 ટકા, 2013માં 72.69 ટકા, જ્યારે 2018માં 75.63 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો, કોંગ્રેસે 4 જ્યારે ભાજપે 11 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી હતી. મધ્યપ્રદેશની 15મી વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે.
મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે સૌથી વધુ બેઠક મેળવી હતી, પરંતુ બહુમતનો આંકડો પાર કરી શકી ન હતી, જેના કારણે કોંગ્રેસે બીએસપી, એસપી અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. કોંગ્રેસ વિધાનસભાની 230 બેઠકોમાંથી 229 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસે 114 બેઠકો, જ્યારે ભાજપે 109 બેઠકો મેળવી હતી. બહુજન સમાજ પાર્ટીએ 2, સમાજવાદી પાર્ટીએ 1 અને અપક્ષે 4 બેઠકો મેળવી હતી. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત આવ્યો હતો.
મધ્યપ્રદેશ વિધાનસભા 2013ની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવવાની સાથે 165 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 58, બહુજન સમાજ પાર્ટીએ 4 અને અપક્ષે 3 બેઠકો મેળવી હતી.
મધ્યપ્રદેશની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી 5 ચહેરા એવા છે જેમના પર આખા દેશની નજર છે. આ ચહેરાઓમાં શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, વીડી શર્મા જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.
તેલંગણાની કુલ બેઠકો 119, બહુમતી માટે 60 બેઠક
પક્ષ બેઠકો
બીઆરએસ 38-58
આઈએનસી 49-65
ભાજપ 5-13
અન્યો 5-9
60 બેઠક બહુમતી માટે –119
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં મુખ્ય પક્ષ તરીકે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ – અગાઉનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ)નો દબદબો છે. 2014માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ 2 વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને બંનેમાં કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ બહુમતી જીતી હતી. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બનાવ્યા બાદ 2014 અને 2018ની ચૂંટણીમાં બીઆરએસએ વિજય મેળ્યો હતો. રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 60 છે. રાજ્યની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ રાજ્ય બનાવ્યા બાદ અહીં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. અગાઉ વર્ષ 2014 અને 2018માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારત રાષ્ટ્ર સમિતિનો સતત દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કે.સી.આર. સતત 9 વર્ષથી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજ્યમાં 2014માં ભારત રાષ્ટ્ર સમિતિએ 63 બેઠકો સાથે મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 21, તેલુગુદેશન પાર્ટીને 15, એઆઈએઆઈએમને 7, ભાજપને 5, વાયઆરએસ કોંગ્રેસને 3, બીએસપીને 2, લેફ્ટ પાર્ટીને 2, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી. ત્યારબાદ 2018ની ચૂંટણીમાં પણ કે.સી.આર.ના દબદબામાં વધારો થયો હતો. 2018માં બીઆરએસ પાર્ટીએ 88 બેઠકો સાથે જવલંત વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 19, તેલુગુદેશન પાર્ટીને 02, એઆઈએઆઈએમને 7, ભાજપને 1, વાયઆરએસ કોંગ્રેસને 0, બીએસપીને 0, લેફ્ટ પાર્ટીને 1, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી.
બીઆરએસના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાની આશા રાખી રહ્યા છે. જોકે, તેમણે રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવવાના ઈરાદાથી પોતાની પાર્ટીનું નામ પણ બદલ્યું છે. કેસીઆર 2 વિધાનસભા મતવિસ્તાર ગજવેલ અને કામરેડ્ડી પરથી ચૂંટણી લડશે. એ.રેવન્ત રેડ્ડી ગ્રેટર હૈદરાબાદમાં મલકાજગીરી લોકસભાના સાંસદ અને તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમણે જૂન 2021માં પાર્ટીની કમાન સંભાળી હતી. આ ચૂંટણી તેમના માટે મહત્વની છે. કે.ટી.રામા રાવ (કેટીઆર) તેલંગણા સરકારમાં આઈટી અને ઉદ્યોગ સહિત અનેક વિભાગો ધરાવે છે. કેસીઆરના પુત્ર કેટીઆરને કેસીઆરના અનુગામી તરીકે જોવામાં આવે છે. જો કેસીઆર 2024માં રાષ્ટ્રીય રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કરશે, તો કેટીઆર રાજ્ય સરકાર અને પક્ષના સ્તરને સંભાળશે. તેલંગણાના સાંસદ અને ભાજપના પ્રમુખ જી.કિશન રેડ્ડી અવારનવાર ચર્ચાઓમાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને 3 મહિના પહેલા ભાજપ પ્રમુખનો કાર્યભાર સોપ્યો હતો.
છત્તીસગઢની કુલ બેઠકો 90, બહુમતી માટે 46 બેઠક
પક્ષ બેઠકો
આઈએનસી 41-53
ભાજપ 36-48
અન્યો 0-4
46 બેઠકો બહુમતી માટે-90
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. છત્તીસગઢમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. રાજ્યમાં 7 અને 17 નવેમ્બરે યોજાયેલ 2 તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 46 છે.
છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે 7મી અને 17મી નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. 7 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 20 નક્સલ પ્રભાવિત બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચની એપ વોટર ટર્નઆઉટ મુજબ, બીજા તબક્કામાં 70 સીટો પર 75.08 ટકા મતદાન થયું છે, જે 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 1.8 ટકા ઓછું છે. 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં 76.88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 90 બેઠકોમાંથી 68 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપે 15, જનતા કોંગ્રેસ છત્તીસગઢે 5, બહુજન સમાજ પાર્ટીએ 2 બેઠકો મેળવી હતી.
2013ની વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો, છત્તીસગઢમાં ભાજપે 49 બેઠકો મેળવી સત્તા પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 39, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષને 1-1 બેઠકો મળી હતી.
છત્તીસગઢ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી કેટલાક ચહેરા એવા છે જેમના પર સૌકોઈની નજર છે. આ ચહેરાઓમાં કોંગ્રેસના ભૂપેશ બધેલ, ટી.એસ.સિંહદેવ, રવિન્દ્ર ચૌબે, અમરજીત ભગત, અનીલા ભીંડિયા, શિવ ડહરિયા, જયસિંહ અગ્રવાલ, તામ્રધ્વજ સાહુ, ગુરુ રૂદ્ર કુમાર, ઉમેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. ચરણદાસ મહંતનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ તરફથી ડૉ. અરુણ સાઓ, ગોમતી સાંઈ, વિજય બઘેલ અને રેણુકા સિંહ, નારાયણ ચંદેલ, અજય ચંદ્રાકર, બ્રીજમોહન અગ્રવાલ, શિવરતન શર્મા, કૃષ્ણમૂર્તિ બંધી, સૌરભ સિંહ, રંજના દીપેન્દ્ર સાહુ, નાનકી રામ કંવર, પુન્નુલાલ મોહલે, ધરમલાલ કૌશિક સામેલ છે.
મિઝોરમની કુલ બેઠકો 40, બહુમતી માટે 21 બેઠક
પક્ષ બેઠકો
એમએનએફ 15-21
ઝેડપીએમ 12-18
આઈએનસી 2-8
અન્યો 0-5
21 બેઠક બહુમતી માટે 40
મિઝોરમ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 40 વિધાનસભા બેઠકો ધરાવતા મિઝોરમમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે છે. મિઝોરમમાં અગાઉ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા પર કબજો જમાવ્યો હતો. રાજ્યમાં 7 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 80.86 ટકા મતદાન નોંધાયું હતું, રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 21 છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું 7 નવેમ્બરે મતદાન થયું હતું, વિધાનસભા ચૂંટણી લડી રહેલા 174 ઉમેદવારોમાંથી સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ), જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસે તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. મિઝોરમ વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થશે.
મિઝોરમમાં 2018માં એમએનએફની તો 2013માં કોંગ્રેસની સત્તા બની
મિઝોરમ વિધાનસભામાં વર્ષ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ 40માંથી 26 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે 5, જોરમ પીપલ્સ મૂવમેન્ટ 8 જ્યારે ભારતીય જનતા પાર્ટી 1 બેઠક મેળવી હતી. જ્યારે વિધાનસભા 2013માં કોંગ્રેસે જવલંત વિજય મેળવી 34 બેઠકો પર વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. આ ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્સને 5 જ્યારે અન્યે 1 બેઠક મેળવી હતી.
મિઝોરમ ચૂંટણીના મુખ્ય ચહેરા
મિઝોરમની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો મિઝો નેશનલ ફ્રન્ટના વડા અને મુખ્યમંત્રી ઝોરામથાંગા, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઝોડિન્ટલુઆંગા રાલ્ટે અને લાલ થનહાવલા, જોરામ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા લાલરિનમાવિયા, મિઝો પીપલ્સ કોન્ફરન્સના નેતા લાલમંગાઈહા સિલોનો સમાવેશ થાય છે.