લાલ સાગરમાં યુએસના જહાજો પર ડ્રોનથી હુમલા

Spread the love

લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હોવાનો પેન્ટાગોનનો દાવો

વોશિંગ્ટન

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો. પેન્ટાગોને આ માહિતી આપી હતી. 

યમનના હૌથી બળવાખોરોએ તેના પછી તે જહાજો પર હુમલો કર્યાનો દાવો કરતાં તેને ઈઝરાયલ સાથે જોડ્યું હતું. જોકે અમેરિકી નેવીના જહાજ પર હુમલાની જવાબદારી હૌથી બળવાખોરોએ સ્વીકારી નહોતી. પેન્ટાગોને કહ્યું હતું કે અમને લાલ સાગરમાં અમેરિકી યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલાની જાણકારી મળી છે. ડ્રોન વડે આ હુમલો કરાયો હતો. જે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો અને લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હતા. 

તમને જણાવી દઇએ કે યમનમાં ઈરાન સમર્થિત હૈતી બળવાખોરોએ લાલ સાગરમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને સતત નિશાન બનાવવાની શરૂઆત કરી છે. ઈઝરાયલને નિશાન બનાવીને જ આ હુમલા કરાતા હોવાનો પણ દાવો કરાયો છે. જોકે હૈતી તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *