વિરાટ કોહલી ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારો ક્રિકેટર

Spread the love

સચિન તેંડુલકર, બ્રાયન લારા અને અન્ય ક્રિકેટરો કરતાં કોહલીને ગૂગલે સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર તરીકે દર્શાવ્યો


નવી દિલ્હી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર ઘણાં રેકોર્ડ તોડ્યા છે. હવે તે ક્રિકેટના મેદાનની બહાર પણ કેટલાંક એવા રેકોર્ડ બનાવીને દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. કોહલી ગત 25 વર્ષોમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર ક્રિકેટ બની ગયો છે. ગૂગલે ગત 25 વર્ષોમાં સૌથી વધુ શું-શું સર્ચ થયું છે તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કોહલીનું નામ ક્રિકેટર તરીકે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.
સચિન તેંડુલકર, બ્રાયન લારા અને અન્ય ક્રિકેટરો કરતાં કોહલીને ગૂગલે સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર તરીકે દર્શાવ્યો છે. જયારે છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ એથ્લીટ રોનાલ્ડો છે. રોનાલ્ડોએ મેસ્સી, રોજર ફેડરર, રાફેલ નડાલ અને જોકોવિચ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડવામાં સફળતા મેળવી છે. કોહલી હાલ બ્રેક પર છે. તે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ સિરીઝથી ભારતીય ટીમમાં વાપસી કરશે.
વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચોમાં 765 રન બનાવ્યા હતા, આ સાથે જ તે વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. આ ઉપરાંત વન-ડે વર્લ્ડ કપ2023 દરમિયાન કોહલીએ વન-ડેમાં 50 સદી ફટકારી સચિનના 49 સદીના રેકોર્ડને પણ તોડ્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *