આનાથી લોકોનું વીજળીનું બીલ ઓછું થશે અને ભારત ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનશે

નવી દિલ્હી
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે સુર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ સદૈવ ઊર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો એ સંકલ્પ છે અને મને લાગ્યું છે કે બારતવાસીઓના ઘરોની છત પર તેમની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોય. અયોધ્યાથી પાછા ફર્યા બાદ મે પહેલો નિર્ણય કર્યો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે પ્રદાનમંત્રી સુર્યોદય યોજનાનો પ્રારંભ કરશે. આનાથી ગરીબ ને મધ્યમ વર્ગનું વીજળી બીલ ઓછું થશે સાતે જ ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.