Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ડેલોઇટ ઇન્ડિયા દ્વારા 2023માં બેસ્ટ મેનેજ્ડ કંપની તરીકે ક્રોમ્પ્ટનને સતત બીજા વર્ષે ઓળખી કાઢવામાં આવી

Spread the love

મુંબઇ

ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડને સતત બીજા વર્ષે વ્યાવસાયિક શ્રેષ્ઠતાને આગળ ધપાવવા બદલ ડેલોઇટ દ્વારા 2023માં ભારતની અનેક શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપનીઓમાંની એક તરીકે સન્માનિત કરવામાં આવી છે. ભારતની “બેસ્ટ મેનેજ્ડ કંપની” (“શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપની”)ની વિજેતા કંપનીઓમાં ભારતની શ્રેષ્ઠ કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા માટે વ્યૂહરચના, ક્ષમતાઓ, નવીનતા, સંસ્કૃતિ, પ્રતિબદ્ધતા અને નાણાંકીય ક્ષેત્રે નેતૃત્ત્વ દર્શાવ્યુ છે.

ક્રોમ્પ્ટન એ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ ઉદ્યોગમાં પોતાની જાતને અગ્રણી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે તેની સાથે પ્રારંભથી જ ઉદ્યોગમાં સૌથી વધુ વળતર આપી રહી છે. પોતાના હેતુ દ્વારા માર્ગદર્શિત, ક્રોમ્પ્ટન તમામ હિસ્સાધારકોને અસમાંતરીત મૂલ્ય આપવા માગે છે. 85 વર્ષના સમૃદ્ધ વારસા સાથે, ક્રોમ્પ્ટન એ આધુનિક ભારતના ઉપભોક્તાઓની જરૂરિયાતને સંતોષવા માટે બ્રાન્ડ અને નવીનતામાં સતત રોકાણ કર્યુ છે; જે તેમને ઊંચા પર્ફોમન્સ અને ચડીયાતી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પૂરી પાડી રહી છે.

કંપનીની તાજેતરની પ્રગતિ વિશે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પ્રોમીત ઘોષએ જણાવ્યું હતુ કે, “ડેલોઇટ દ્વારા “ભારતની “શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપની” તરીકે ઓળખી કાઢવામાં આવતા અમે ભારે સન્માન અનુભવીએ છીએ. અમે જ્યારે ક્રોમ્પ્ટન 2.0 યાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે બ્રાન્ડ બિલ્ડીંગ, નવીનતા, ડિજીટાઇઝેશન અને કર્મચારીઓની ક્ષમતામાં રોકાણ કરીને અમારી વૃદ્ધિને આગળ ધપાવવા માટે સજ્જ છીએ, તેની સાથે મૂલ્ય શ્રૃંખલામાં અગત્યના સહાયક તરીકે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન સાથે ઉત્પાદન, પુરવઠા શ્રૃંખલા અને GTM શ્રેષ્ઠતા પર અમે સતત ફોકસ કરી રહ્યા છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, “વર્ષો વીતતા ક્રોમ્પ્ટન હંમેશા ગુણવત્તામાં શ્રેષ્ઠતા સાથે ઊભી રહી છે. આ ઓળખ ક્રોમ્પ્ટનની સમર્પિત ટીમના સામૂહિક પ્રયત્નોનું પ્રતિબિંબ છે. તે અમારી સફળતા પાછળનું ચાલક બળ છે. અમે અમારી કંપનીની ટકાઉ વૃદ્ધિના સંવર્ધન માટે રોકાણ કરવાનું સતત રાખીશું.”

બેસ્ટ મેનેજ્ડ કંપનીઓ એ ડેલોઇટનો ટોચનો કાર્યક્રમ છે જેનો હેતુ વધુ સારા ભવિષ્યની રચના કરતી ખાનગી વ્યવસાયોની ઉજવણી અને ઊભી કરવાનો છે. તેને આશરે 30 વર્ષના નોંધપાત્ર ઇતિહાસનું સમર્થન છે અને ચકાસાયેલ માળખુ ધરાવે છે જેણે 45 દેશોમાં આશરે 1,300 કંપનીઓ માટે મૂલ્ય સર્જન કર્યુ છે. પ્રત્યેક વર્ષે વિશ્વની અનેક ઉદ્યોગ સાહસિક કંપનીઓ સખત એપ્લીકેશન પ્રક્રિયામાંથી પસાર થાય છે, પરંતુ શ્રેષ્ઠ કંપનીને ‘બેસ્ટ મેનેજ્ડ કંપની’નું ટાઇટલ આપવામાં આવે છે. 2021થી વૈશ્વિક સ્તરે ઉજવાતા પ્રોગ્રામને ડેલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો છે.

“BMC 2023થી સન્માનિત, ચોક્સાઇપૂર્વકની અને વ્યાપક મૂલ્યાંકન પ્રક્રિયાઓમાંથી ઉભરી છે, જે સ્પર્ધામાં ફક્ત વિજેતા કરતા વધુ છે; તેઓ ઉદ્યોગના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવામાં અગ્રણી છે. અદ્યતન ટેકનોલોજી અપનાવવામાં તેમની નેતૃત્ત્વતા, ટકાઉ પ્રેક્ટિસીસમાં તેમની પ્રતિબદ્ધતા અને જટીલ વૈશ્વિક માર્કેટમાં માર્ગ શોધવાની તેમની ક્ષમતાએ તેમને અલગ તારવ્યા છે. આ કંપનીઓ ફક્ત આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે એટલુ જ નહી, તેઓ તેમના જે તે ઉદ્યોગના ભવિષ્યને એવુ પ્રદર્શન કરીને આકાર આપે છે કે નૈતિક આચરણો અને નવીન વ્યૂહરચનો ઝડપથી વિકસતા વિશ્વમાં લાંબા ગાળાની સફળતાની ચાવી છે,” એમ ડેલોઇટ ઇન્ડિયાના કે.આર. સેકરે જણાવ્યું હતું.

ભારતની બેસ્ટ મેનેજ્ડ કંપનીઓના 2023ના વિજેતાઓને 12 જાન્યુઆરી 2024ના રોજ સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી બિઝનેસ સમસ્યાઓ કે જે આજના બિઝનેસ પ્રણેતાઓની સફળતાની ચાવી છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતુ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *