Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ભારતે વિકસિત અર્થવ્યવસ્થા બનવા શિક્ષણ અને આરોગ્ય સેવા પર વધુ ધ્યાન આપવું પડશેઃ રાજન

Spread the love

ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરની ટિપ્પણી


કોલકાતા
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો દેશમાં વાર્ષિક ઈકોનોમિક્સ ગ્રોથ 7 ટકાથી વધુના દરે વધારવો પડશે. જો આમ થશે તો જ 2047 સુધીમાં ભારત એક વિકસિત દેશ બની શકશે. તાજેતરમાં કોલકતામાં રઘુરામ રાજનની એક પુસ્તક લોન્ચ કરવામાં આવી હતી, જે દરમિયાન પૂર્વ ગર્વનરે કહ્યું કે, ભારતની માથાદીઠ આવક 7 ટકા વિકાસ દર પર વર્તમાન આવક આશરે આશરે 2 લાખ રુપિયાથી વધીને 2047 માં આશરે 8.3 લાખ રુપિયા થશે.
પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થશાસ્ત્રી રોહિત લાંબા સાથે મળીને ‘બ્રેકિંગ ધ મોલ્ડઃ રિઇમેજિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક ફ્યુચર’ પુસ્તક લખ્યું છે. તેમના પુસ્તકના લોન્ચિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભારતને 2047 સુધી વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પહેલા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ખુબ જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથી.
રઘુરામ રાજને કહ્યું કે, કોઈ પણ દેશનો પાયો મજબૂત કરવા માટે સરકારમાં સુધારા સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય સેવા પર ધ્યાન આપવાની ખૂબ જરુર છે. તેમણે ભારતના વિકાસ માટે ભવિષ્યની દિશા નક્કી કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત તેમણે દરેક વર્ગમાં સમાન વિકાસની આવશ્યક્તા પર પણ ભાર મુક્યો હતો.
રઘુરામ રાજને કહ્યું કે, વર્તમાન સમયમાં ઉપલા લેવલે આવકમાં વધારો થઈ રહ્યો છે. રાજન લાંબાગાળે ભારતમાં વધારે મુલ્યના ઉત્પાદકોએ ઉત્પાદન અને વેપાર વધારવા માટે સમર્થન આપવા ભાર મુક્યો હતો, તેમજ વધુમાં તેમણે કહ્યું કે, જો 2047 સુધી ભારત જો 6 ટકાના ગ્રોથ પર જ સ્થિર રહેશે તો, હજુ પણ નીચું અને મધ્યમ અર્થતંત્ર રહેશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *