ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો નંબર એક પર 127 સિક્સર સાથે ઈંગલેન્ડના બેન સ્ટોક્સ છે
હૈદ્રાબાદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા હીરો રહ્યો હતો. જો કે કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાની બેટિંગને ઓછી આંકવી જોઈએ નહીં. જાડેજાએ માત્ર પોતાની અડધી સદી જ પૂરી નહતી, પરંતુ હવે તે સદી તરફ પણ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દરમિયાન, બીજા દિવસે, તેણે ચોગ્ગા ફટકારવાની સાથે, બે શાનદાર છગ્ગા પણ ફટકાર્યા. આ સાથે સૌથી વધુ છગ્ગા ફટકારીને તેણે શ્રીલંકાના બેટ્સમેન સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
જો ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો નંબર એક પર 127 સિક્સર સાથે ઈંગલેન્ડના બેન સ્ટોક્સ છે. જો ભારતમાં આ રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. તેમને પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન 91 સિક્સર ફટકારી છે. જયારે આ યાદીમાં હવે રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ થઇ ગયું છે. જાડેજાએ શ્રીલંકાના બેટ્સમેન સનથ જયસૂર્યાને પાછળ છોડી દીધા છે. જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચ રમીને કુલ 59 સિક્સર ફટકારી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 69 ટેસ્ટ રમીને 60 સિક્સર પૂરી કરી હતી. ગઈકાલની મેચ પહેલા તેમના નામે સિક્સર હતી, આ મેચમાં તેની બીજી સિક્સરથી તેમણે જયસુર્યાને પાછળ છોડી દીધા હતા.
ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોમાં જાડેજાએ હવે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સેહવાગના નામે 104 ટેસ્ટમાં 91 સિક્સર છે, જ્યારે એમએસ ધોનીએ 90 ટેસ્ટમાં 78 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર રોહિત શર્માનું નામ આવે છે. રોહિત શર્માએ અત્યાર સુધી 55 ટેસ્ટમાં 77 સિક્સર ફટકારી છે. સચિન તેંડુલકરની વાત કરીએ તો તેણે 200 ટેસ્ટ રમીને 69 સિક્સર ફટકારી હતી. ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે 131 ટેસ્ટ રમ્યા બાદ કુલ 61 સિક્સર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ 60 સિક્સર ફટકારી છે. તેનો અર્થ એ કે, જો તે વધુ એક છગ્ગો ફટકારે છે, તો તે કપિલ દેવની બરાબરી પર આવી જશે અને બે છગ્ગા ફટકાર્યા પછી તેના કરતા આગળ જઈ શકશે.