કાશી મથુરાના ધાર્મિક સ્થળ હિંદુઓને મળે તો વિવાદ પૂરોઃ ગોવિંદ દેવ ગિરી મહારાજ

Spread the love

ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે, ભૂતકાળમાં જીવાશે નહીં


પુણે
ખૂબ લાંબા ચાલેલા વિવાદ અને સંઘર્ષ બાદ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના કેસમાં કોર્ટે મંદિર તરફી ચુકાદો આપ્યો હતો અને તાજેતરમાં અહીં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. હવે મથૂરા અને કાશી નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક મોટો વર્ગ એવો છે જે પૂછી રહ્યો છે કે આ રીતે મંદિર-મસ્જિદના વિવાદો ક્યા સુધી અને કેટલા ચાલશે.
ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે એક મોટી અને મહત્વની વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો જો શાંતિપૂર્ણ રીતે હિન્દુઓને મળી જાય તો આ મુદ્દાને ત્યાં જ પૂરો કરવામાં આવે અને બીજા કોઈ ધાર્મિક સ્થળો મામલે વિવાદ ઊભો કરવામાં નહીં આવે. ગોવિંદ દેવ ગિરી મહારાજે પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મેં પહેલા જ કહ્યું છે કે ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે. ભૂતકાળમાં જીવાશે નહીં.
દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ, તેથી જો આપણે આ ત્રણ મંદિરો સમજણ અને પ્રેમથી મળી જાય તો અમે બાકીની બધી બાબતો ભૂલી જઈશું. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે તે લોકોને પણ પ્રેમથી સમજાવશે. આ બધી જગ્યાઓ માટે એક વાત કહી શકાય નહીં. અમુક જગ્યાએ સમજુ લોકો છે તો અમુક જગ્યાએ સમજુ લોકો નથી. જ્યાં પણ પરિસ્થિતિ છે, તે જ રીતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમે કોઈ પણ રીતે દેશમાં શાંતિ ડહોળાવા દઈશું નહીં.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન અનેક ધાર્મિક સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે તેઓ પુણેના આલંદી પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું. આરએસએસના વડા મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર અને અન્ય લોકોએ પણ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ 500 વર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે. આ સિવાય જ્ઞાનવાપી અને મથુરા શ્રી કૃષ્ણ જન્મસ્થળનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *