પેટાઃ અનેક રજૂઆતો બાદ સરકારે ખાનગી હોસ્પિટલ્સના આ યોજના હેઠળ બાકી નિકળતી રકમના મજાક સમાન માત્ર દસ ટકા જ રિલિઝ કર્યા
અમદાવાદ
પીએમજેએવાય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક સમાન પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈપણ હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે.
પીએમજેએવાય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. પીએમજેએવાય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ ના 2 વર્ષ નું 300 કરોડ થી વધારે પેમેન્ટ બાકી છે. આથી આખરે ના છૂટકે આ
બાબત ને લોકો સુઘી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તા 26 થી 29 ફેબ્રઆરી એમ ચાર દિવસ માટે પ્રતીકાત્મક રીતે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે એમ પીએમજેએવાય એમ્પેનલ્ડ પ્રીવેટ હોસ્પિટલ્સ એસોસિયેશન ઓફ ગુજરાતેએ જણાવ્યું છે.ઇમર્જન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે. એસોશિયેશન દ્વારા આ મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા સરકારને અપીલ કરાઈ છે.