Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

બેન્ક ઓફ ઈન્ડિયાને 66 કરોડ ચુકવવા નીરવ મોદીને લંડન કોર્ટનો આદેશ

Spread the love

બેન્ક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈથી 8 મિલિયન ડોલરની વસૂલી માટે લંડનની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી

લંડન

લંડન હાઈકોર્ટે શુક્રવારે જેલમાં કેદ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો. કોર્ટે પોતાના એક સમરી જજમેન્ટમાં નીરવ મોદીને બેન્ક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ) ને 8 મિલિયન ડોલર (66 કરોડ રૂપિયા)ની ચૂકવણી કરવાનું કહ્યુ. સમરી જજમેન્ટ તે હોય છે જ્યાં કોઈ એક પક્ષ કોર્ટમાં હાજર હોતો નથી કે કોર્ટને તેમના કેસમાં કોઈ યોગ્યતા જોવા મળતી નથી. દરમિયાન કોર્ટ ફુલ ટ્રાયલ વિના જ જજમેન્ટ એટલે કે નિર્ણય આપી શકે છે.

બેન્ક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈથી 8 મિલિયન ડોલરની વસૂલી માટે લંડનની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. શુક્રવારે નિર્ણય નીરવ મોદી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બેન્ક ઓફ ઈન્ડિયાને દુબઈવાળી કંપનીથી વસૂલી પ્રક્રિયા શરૂ કરવા અને દુનિયામાં ક્યાંય પણ નીરવ મોદીની પ્રોપર્ટીની હરાજી કરવાની પરવાનગી આપે છે. નીરવ મોદી હાલ બ્રિટનની થેમસાઈડ જેલમાં કેદ છે.

જજે માન્યુ કે નીરવના કેસમાં કોઈ દમ નથી અને તે આને જીતી શકશે નહીં. તેથી કેસની સુનાવણીની કોઈ જરૂર નથી. 66 કરોડની આ રકમ તે ક્રેડિટ ફેસિલિટીથી બની છે જે બેન્કે નીરવ મોદીને આપી હતી. આ 8 મિલિયન અમેરિકી ડોલરમાં 4 મિલિયન ડોલર ઉધાર લેવામાં આવેલા રૂપિયા છે અને 4 મિલિયન ડોલરનું વ્યાજ સામેલ છે. 

બીઓઆઈએ નીરવ મોદીના ફાયરસ્ટારને 9 મિલિયન ડોલરની લોન આપી હતી પરંતુ જ્યારે બેન્કે 2018માં પોતાના રૂપિયા પાછા માંગ્યા તો તે ચૂકવી ન શક્યા. કેમ કે ફાયરસ્ટાર ડાયમંડ એફજેડઈ દુબઈમાં સ્થિત છે. તેથી યૂકે કોર્ટનું સમરી જજમેન્ટ ત્યાં વધુ સરળતાથી લાગુ કરી શકાય છે. નીરવ મોદી ફાયરસ્ટાર એફજેડઈના મુખ્ય કાર્યકારી અધિકારી હતા અને ગેરેન્ટર પણ હતા. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *