માત્ર 48 બોલમાં મયંક યાદવે બ્રેટ લી-અખ્તરને પછાડ્યા

Spread the love

મયંક સહિત કુલ 5 બોલરો જ આ લીગમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંકી શક્યા છે

બેંગલુરૂ

આઈપીએલ 2024માં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ બેંગ્લોરને 28 રને હરાવ્યું હતું. એલએસજીની આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા લખનઉના બોલરોએ ભજવી હતી. આઈપીએલ 2024 માત્ર 48 બોલ ફેંકી લખનઉના યુવા બોલર મયંક યાદવે ઈતિહાસ રચી દીધો છે.

સમગ્ર ક્રિકેટ જગતને પોતાની ઘાતક બોલિંગથી પ્રભાવિત કરનાર 21 વર્ષીય મયંક યાદવે 30 માર્ચના રોજ આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ કર્યાની બીજી મેચમાં જ તેણે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વખત 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંક્યા છે. મયંકના નામે હવે આઈપીએલમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે ત્રણ ફેંકવાનો રેકોર્ડ છે. તેણે બ્રેટ લી, શોન ટેઇટ, શોએબ અખ્તર, ડેલ સ્ટેન જેવા દિગ્ગજ ફાસ્ટ બોલરોને પાછળ છોડી દીધા છે. મયંક સહિત કુલ 5 બોલરો જ આ લીગમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંકી શક્યા છે.

આઈપીએલ ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોન ટેઈટના નામે છે. તેણે 157.71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે. આ યાદીમાં ઉમરાન મલિક, લોકી ફર્ગ્યુસન અને એનરીચ નોર્ટજે પણ સામેલ છે. પરંતુ કોઈ બોલર 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રણ બોલ ફેંકી શક્યો નથી. મયંકે અત્યાર સુધી 156.7, 155.8 અને 155.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા છે. મયંકનો રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ બોલરોએ સેંકડો બોલ ફેંક્યા છે અને મયંક હજુ સુધી 50 બોલ પણ ફેંકી શક્યો નથી.

મયંક યાદવે આ સાથે આઈપીએલ 2024ના ફાસ્ટેસ્ટ બોલનો પોતાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તેણે કેમેરોન ગ્રીનને 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આગાઉ તેણે પંજાબ કિંગ્સ સામે 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી રેકોર્ડ બનાવ્યો હતો. આ યાદીમાં તેના પછી નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, અલ્ઝારી જોસેફ અને મથિશા પથિરાના છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *