શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીએ લોકોનું ધ્યાન ખેંચ્યું

Spread the love

શ્રદ્ધાએ વીડિયો પર રિએક્ટ કરતા કહ્યું, અરે મૈં હી તો હું

મુંબઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટના ફૅન્સમાં ગજબનો જોશ જોવા મળે છે. એ દરમ્યાન એક વિડિયોએ લોકોનું ધ્યાન આ​કર્ષિત કર્યું છે અને એ વિડિયો છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી યુવતીનો. તેનું સ્માઇલ, તેના લુક્સ અને હેરસ્ટાઇલ પણ આબેહૂબ શ્રદ્ધા જેવાં જ છે. આ યુવતીનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઇન્સ્ટાગ્રામ પર ૧૮૪ હજારથી વધારે તેના ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે મૅચ ચાલી રહી હતી. એ દરમ્યાન કૅમેરામૅને સ્ટૅન્ડ્સ તરફ કૅમેરા ફેરવીને એ યુવતી પર ફોકસ કર્યું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એથી શ્રદ્ધા કપૂરે પણ એના પર રીઍક્ટ કર્યું છે. એ યુવતીનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી, અરે મૈં હી તો હૂં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *