ઓલિમ્પિક 2024: અદાણીએ ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારતું કેમ્પેન #DeshkaGeetAtOlympics અભિયાન લૉન્ચ કર્યું

Spread the love

અમદાવાદ

ભારતીય દળના એથ્લિટ્સ 2024 ઓલિમ્પિક્સ માટે પેરિસ જવા રવાના થતા પહેલા આકરી મહેનત કરી રહ્યાં છે. ભારતીય દળના પ્રિન્સિપાલ સ્પોન્સર એવું અદાણી ગ્રૂપ #DeshkaGeetAtOlympics અભિયાન થકી દેશનાં રમતવીરોને હૃદયપૂર્વક સમર્થન આપી રહ્યું છે. આ અભિયાન એથ્લિટ્સની આસપાસ કેન્દ્રિત છે, જેઓ વર્ષો અને દિવસનાં કલાકો આકરી પ્રેક્ટિસ પાછળ આપતા રહ્યાં છે, જેથી તેઓ મેડલ જીતી શકે અને પૉડિયમ પર રાષ્ટ્રગીત સાંભળી શકે.

આ અભિયાનમાં એક પ્રેરણા આપતી ફિલ્મનો સમાવેશ થાય છે. જે ભારતીય રમતવીરોના અવિરત સમર્પણને દર્શાવે છે અને ભારતીય દર્શકોમાં દેશભક્તિની લાગણીને પ્રજ્વલિત કરે છે. કારણ કે, ફરી એકવાર ભારતનાં શ્રેષ્ઠ એથ્લિટ્સ ઓલિમ્પિકમાં ઉતરી રહ્યાં છે. આ ફિલ્મમાં ભારતનાં ટોચનાં ખેલાડીઓ પેરિસ માટેની તૈયારી માટે પરસેવો પાડતા નજરે ચઢી રહ્યાં છે, જેથી તેઓ ટોક્યો ઓલિમ્પિકનાં રેકોર્ડને પાછળ છોડવાના લક્ષ્યાંકને હાંસલ કરી શકે. આ સાથે તેઓ ‘મેડલ જીતવા અને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઈવેન્ટનાં પૉડિયમ પર રાષ્ટ્રગીત સાંભળી શકે’ તેની પર ફોક્સ રહેશે. ગત ઓલિમ્પિક્સમાં ભારતે રેકોર્ડ 7 મેડલ હાંસલ કર્યા હતા.

અદાણી ગ્રૂપ ભારતમાં સ્પોર્ટિંગ ઈકોસિસ્ટમના સ્તરને ઊંચુ લઈ જવા અને આ ક્ષેત્રે વિકાસને આગળ વધારવા માટે યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.  અદાણી ગ્રૂપ પોતાના યોગદાન થકી રમતવીરોની એવી ભાવિ પેઢી તૈયાર કરવા માગે છે જેઓ રાષ્ટ્રીય સ્તરે રમવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્ત્વ કરે, ખાસ તો કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી મેગા ઈવેન્ટ્સમાં.

2016થી અદાણી ગ્રૂપે બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ, જેવલિન થ્રો, શૂટિંગ, રનિંગ, શૉટપુટ, બ્રિસ્ક વૉકિંગ, તિરંદાજી અને અન્ય રમતોનાં 28 જેટલા ખેલાડીઓને સમર્થન આપ્યું છે. જેમાં કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ વિજેતા રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા તથા બોક્સર અમિત પંઘાલ જેવા ખેલાડીઓ લાભ મેળવી ચૂક્યા છે. દહિયા અને પૂનિયા એ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 અને એશિયન ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીત્યા હતા. અદાણી ગ્રૂપે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય દળને સ્પોન્સર કર્યું હતું. આ ઉપરાંત અદાણી ગ્રૂપ બર્મિંઘહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હાંગ્જૂ એશિયન ગેમ્સ 2022માં ભારતીય દળનાં સત્તાવાર પાર્ટનર હતા.

આ ફિલ્મ લૉન્ચ વિશે વાત કરતા અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,”અદાણી સ્પોર્ટ્સલાઈન ભારતનાં ચેમ્પિયન એથ્લિટ્સને શુભકામનાઓ પાઠવે છે, જેથી ભારત અગાઉ કરતા વધુ રેકોર્ડ મેડલ્સ હાંસલ કરે. અમારા વિવિધ કાર્યક્રમો થકી અમે ઉચ્ચ સ્તરે ખેલાડીઓને રમત મામલે તમામ સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ જેથી તેઓ મેડલ્સ લઈ દેશ પરત ફરે. તેઓ જ્યાં સુધી મેડલ માટે લડી રહ્યાં છે ત્યારે આપણે તેમને સપોર્ટ કરવું જોઈએ, તેમની માટે ચિયર કરી તેમનો ઉત્સાહ વધારવો જોઈએ.”

Total Visiters :1404 Total: 1498285

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *