
મુંબઈ
બ્લેકસ્ટોન-સમર્થિત ASK એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ ગ્રુપની રિયલ એસ્ટેટ શાખા, ASK પ્રોપર્ટી ફંડે, સેક્ટર 104, દ્વારકા એક્સપ્રેસવે ગુરુગ્રામમાં રહેણાંક પ્રોજેક્ટને વિકસાવવા માટે રૂ. 245 કરોડના રોકાણની જાહેરાત કરી છે. દ્વારકા એક્સપ્રેસવે વ્યૂહાત્મક રીતે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીને ગુડગાંવ સાથે જોડે છે, જેમાં ઉત્તમ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારે છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતના મુખ્ય સ્થળોની એક્સપ્રેસવેની નિકટતાને કારણે આ જગ્યા એક સ્વ-નિર્ભર ઈકોસિસ્ટમ તરીકે ઉભરી છે જેમાં રહેણાંક આવાસનો વિકાસ, કોમર્શિયલ ઈમારતો અને સુસ્થાપિત સામાજિક માળખાકીય સુવિધાઓનું મિશ્રણ છે. આગામી મેટ્રો દ્વારકા એક્સપ્રેસવેની કનેક્ટિવિટીને વધુ વેગ આપે તેવી શક્યતા છે.
આશરે 1.2 મિલિયન ચોરસ ફૂટના કુલ વેચાણપાત્ર વિસ્તાર સાથે, આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં રૂ. 1,600 કરોડની કુલ આવકની સંભાવના ધરાવે છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા વર્ગના ખરીદદારોને લક્ષ્ય બનાવતા લગભગ 500 યુનિટ્સનો સમાવેશ થાય છે અને તે 4.6 એકરમાં ફેલાયેલો હશે. આ ભંડોળ જમીન સંપાદન અને પ્રોજેક્ટની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ASK પ્રોપર્ટી ફંડના સીઆઈઓ ભાવિન જૈને જણાવ્યું હતું કે, “આ ગુડગાંવમાં વધુ એક વ્યૂહાત્મક રોકાણ છે, જે એનસીઆર માર્કેટમાં અમારા હિસ્સાને મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટ દ્વારકા એક્સપ્રેસવેની ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ઝોનમાં હોવાની તેની સ્થિતીનો લાભ લેશે. સંપાદન માટેનો પ્રવેશ બિંદુ સલામતીનો ઉત્તમ માર્જિન પૂરો પાડે છે અને અમારી રોકાણ વ્યૂહરચના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. અમે સત્ય સાથેના અમારા પ્રારંભિક રોકાણ વિશે ઉત્સાહિત છીએ અને ભવિષ્યમાં વધુ સહયોગની માટે આતુર છીએ.”
સત્ય ગ્રુપના સ્થાપક મનીષ અગ્રવાલે ટિપ્પણી કરી કે, “આ પ્રોજેક્ટ અંતિમ વપરાશકર્તાઓ અને રોકાણકારો બંનેને ગુડગાંવ, દ્વારકા એક્સપ્રેસવેના સૌથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ બજારનો ભાગ બનવાની શ્રેષ્ઠ તક આપે છે. અમે અમારા ગ્રાહકોને મૂલ્ય પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ASK પ્રોપર્ટી ફંડ સાથે વધુ ભાગીદારી અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ પૂરા પાડવા માટે આતુર છીએ.”