1500 કરોડનો કૌભાંડી હનિફ શેખ દુબઈમાં હોવાની શંકા

Spread the love

માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ


નવી દિલ્હી
શેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જોતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જો બજાર વિશે વધારી જાણકારી ન હોય તો એક્સપર્ટ્સ પાસેથી ટિપ્સ મેળવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે અને આવા લોકો ખાસ કરીને કૌંભાડીઓના જાળમાં ફસાઈ જાય છે. તાજેતરના એસએમએસ સ્ટોક ટિપ કૌભાંડે ભારે ચર્ચા જગાવી છે. જેનો માસ્ટર માઈન્ડ બીજો કોઈ નહીં પણ ગુજરાતનો જ હનીફ શેખ નામનો વ્યક્તિ છે. અહેવાલ અનુસાર તે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયો હોવાની માહિતી મળી છે. તે હાલમાં દુબઈમાં હોવાનું મનાય છે જ્યાં તે એશ કરી રહ્યો છે.
માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ છે. છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટા પમ્પ-એન્ડ-ડમ્પ શેરમાર્કેટનું સંચાલન કરનારા રેગ્યુલેટર સેબીના રડાર પર હતા. આ સંપૂર્ણ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હનીફ શેખ હોવાનું મનાય છે અને તે ભારતથી ફરાર થઈ ગયો છે. હાલમાં તે દુબઈમાં એશો આરામની જીંદગી જીવી રહ્યો છે. સેબીની નજર 2019થી હનીફ શેખ પર હતી. નોટિસ, સમન્સ મોકલ્યા છતાં પણ તેને ટ્રેક ન કરી શકાયો. સેબીની તપાસ ટીમ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે હનીફ શેખનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઇને એવું લાગે છે કે તે દુબઇમાં છે.
તપાસકારો માને છે કે હનીફ શેખે માર્કેટ મેન્યુપ્યુલેશન એટલે કે હેરાફેરી કરીને 1000થી 1500 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે સંપત્તિ ઊભી કરી હતી. તે એવી સેંકડો સંસ્થાઓની પાછળ ભૂમિકા ભજવતો હોવાનું મનાય છે જે 50થી 70 કંપનીઓના શેરોની કિંમતમાં પમ્પ-એન્ડ-ડમ્પ કરતી હતી. તપાસકારોનું માનવું છે કે શેખ તેની સંપત્તિનો મોટો હિસ્સો હવાલા ચેનલોના માધ્યમથી દુબઈ મોકલી ચૂક્યો છે.
હનીફ શેખનું નેટવર્ક ઓછી સમજ ધરાવતા રોકાણકારોને આકર્ષિત કરવાનું કામ કરતું હતું. તેના માટે તે બલ્ક એસએમએસ અને વેબસાઈટની મદથી સ્ટોક ટિપ્સને સર્ક્યુલેટ કરતો હતો. તેના પછી જ્યારે શેરોમાં રોકાણકારો ઘૂસે તો અનેક મુખ્ય સંસ્થાનોની મદદથી પોતાનો હિસ્સો વેચી નીકળી જતો હતો. સેબીની તપાસમાં જાણ થઈ કે શેખએ ઝેરોધા અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ જેવી મુખ્ય ઈક્વિટી બ્રોકિંગ કંપનીઓ સાથે મેળખાતી ફેક એસએમએસ આઈડી બનાવી હતી અને નાના રોકાણકારોને આકર્ષવા માટે ‘બ્યુ’ની ભલામણો સાથે બલ્ક એસએમએસ મોકલતો હતો.

Total Visiters :129 Total: 1497824

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *