પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા

નવી દિલ્હી
દિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા છે. આ મામલાને લઈને પોલીસે જણાવ્યું કે, દંપતી છેલ્લા ત્રણ દિવસથી એકબીજા સાથે ઝઘડતા હતા.
દિલ્હી પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે. પોલીસ તપાસ માટે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકે છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જોયું કે ઘરમાં પત્નીની લાશ લોહીથી લથપથ હાલતમાં પડી હતી જ્યારે પતિની લાશ લટકતી હતી. આવી સ્થિતિમાં પોલીસ માની રહી છે કે, પતિએ પહેલા તેની પત્નીની હત્યા કરી અને પછી ગળેફાંસો ખાઈ લીધો હશે.
પોલીસે જ્યારે પાડોસીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, મૃતક પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઝઘડો થઈ રહ્યો હતો. બંનેના લગ્ન ઘણા વર્ષોથી થયેલા છે અને તેમને એક 15 વર્ષનું બાળક પણ છે.
