મુંબઈમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા, ટ્રેનો મોડી પડી

Spread the love

વસઇ-વિરાર સહિત પાલઘરમાં પાણી પુરવઠોપૂરો પાડનારા ડેમમાં પાણીની સારી આવક થઇ

મુંબઇ 

મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન વ્યવહાર પર મોટી અસર થઇ છે. ઉપરાંત આ વરસાદની ટ્રેન સેવા પર પણ માઠી અસર પહોંચી છે. મધ્ય રેલવેની ટ્રેન 15 થી 20 મિનીટ મોડી ચાલી રહી છે. હાર્બર લોકલ15 મિનીટ જ્યારે પશ્ચિમ રેલવેની ટ્રેન 10 મિનીટ મોડી ચાલી રહી છે.

સવારથી આવી રહેલા વરસાદને કારણે પૂર્વ દ્રુતગતી માર્ગ પર ચેમ્બુરથી સાયન સુધી મોટો ટ્રાફિકજામ લાગ્યો છે. જેમાં કેટલીક એમ્બ્યુલન્સ પણ ફંસાઇ છે. જ્યાં અડધા કલાકનું અતંર કાપવા માટે એક દોઢ કલાક લાગી રહ્યો છે. તેથી મુંબઇગરાએ ચેમ્બુરથી મુંબઇ જવા માટે પર્યાઇ માર્ગનો ઉપયોગ કરવો મહત્વનો બની ગયો છે.

મુંબઇના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ ગયું છે. મુંબઇના અંધેરી એસવી રોડ વિસ્તારમાં પણ પાણી જમા થઇ ગયું છે. જેને કારણે ટ્રાફીક ધીમો ચાલી રહ્યો છે. નોકરીયાત વર્ગ આવા વરસાદ અને ટ્રાફીક જામમાં રસ્તો કાઢી પોત પોતાની ઓફીસે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

સવારે અંધેરી સબવે નીચે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાતાં અંધેરી સબવે વાહનો માટે અને તમામ નાગરીકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે અડધા કલાક બાદ પાણી નીકળી જતાં અંધેરી સબવે ફરી અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો.

નવી મુબંઇ અને પનવેલમાં પણ વહેલી સવારે જ વરસાદનું આગમન થઇ ગયું હતું. વચ્ચે વચ્ચે વરસાદના જોરદાર છાંટા પડીને જાય છે. મૂશળધાર વરસાદ ન હોવાને કારણે પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારોમાં નથી. પાલઘરમાં છેલ્લાં અઠવાડીયાથી વરસાદે અડ્ડો જમાવ્યો છે. જેમાં કાલે બોરથી વરસાદ ઓછો થતાં જીવન વ્યવહાર રાબેતા મુજબ શરુ થયો હતો. જોકે રાતથી ફરી મુશળધાર વરસાદ શરુ થયો છે.

વહેલી સવારથી પાલઘરમાં મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. નદીનાળા બંને વહી રહ્યાં છે. વસઇવિરાર સહિત પાલઘરમાં પાણી પુરવઠોપૂરો પાડનારા ડેમમાં પાણીની સારી આવક થઇ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *