એનઆઈએના દરોડા આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા
પુલવામા
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એનઆઈએએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. એનઆઈએના દરોડા વિભિન્ન આતંકવાદી સંગઠનો માટે કરવામાં આવી રહેલ ફડિંગ મામલે પાડવામાં આવ્યા છે.
બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનઆઈએના દરોડા વિવિધ આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા હતા.