ભાવનગર
મોખરાના ક્રમના માલવ પંચાલે અંડર-15 બોયઝમાં ટાઇટલની હેટ્રિક નોંધાવતાં માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૩ માં સાતમા ક્રમના જાયન્ટ કિલર અભિલાક્ષ પટેલને રોમાંચક ફાઇનલમાં હરાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે. ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહયોગ સાંપડેલો છે.
ગર્લ્સ અંડર-15 કેટેગરીમાં બીજા ક્રમની જિયા ત્રિવેદી અને તેના જ શહેરની પ્રાથા પવાર વચ્ચે ફાઇનલ રમાશે. જિયાએ ત્રીજા ક્રમની ખ્વાઇશ લોટિયાને 3-0થી હરાવી હતી તો પ્રાથાએ પાંચમા ક્રમની વિશ્રુતિ જાદવને 3-0થી હરાવી હતી.
સુરતના બુરહાનુદ્દીન માલુભાઈએ પણ શાનદાર દેખાવ કર્યો હતો અને ચોથા ક્રમના આયુષ તન્નાને હરાવીને અંડર-19 બોયઝની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો મુકાબલો અરમાન શેખ સામે થશે.
અંડર-17 બોયઝની ક્વાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જાયો હતો જ્યાં આઠમા ક્રમના આર્ય કટારિયા (અમદાવાદ)એ મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી ધ્યેય જાનીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં પ્રવેશેલા અન્ય ખેલાડીઓમાં આયુષ તન્ના, જન્મેજય પટેલ અને હિમાંશ દહિયાનો સમાવેશ થાય છે.
અપસેટઃ
ગર્લ્સ અંડર-19 પ્રિ કવા. મહેક શેઠ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 14-12,10-12,11-9,11-2. અંડર-19 બોયઝ પ્રિ ક્વા. પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 11-8,7-11,10-12,11-7,11-9
અંડર-15 બોયઝ ફાઇનલઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ
7-11,12-10,11-4,8-11,11-9.
અંડર-15 ત્રીજા/ચોથા સ્થાનઃ સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-6,11-13,11-7,13-11
અંડર-19 ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલઃ
ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-3,11-9,11-6; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સનાયા આચ્છા 6-11,11-2,11-6,11-7; ખુશી જાદવ જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 8-11,11-9,11-9,11-7; અર્ની પરમાર જીત્યા વિરુદ્ધ મહેક શેઠ 11-2,11-2,11-4
અંડર-19 બોયઝ ક્વા. ફાઇનલ
બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-6,10-12,11-8,11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ માહિરાજ જાડેજા 6-11,7-11,13-11,11-4,13-11; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-8,11-7,15-13; અરમાન શેખ જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 10-12,11-4,11-6,11-9
અંડર-17 ગર્લ્સ ક્વા. ફાઇનલઃ
જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ મોબોની ચેટરજી 7-11,11-8,9-11,11-8,11-9; સનાયા આચ્છા જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 17-15,15-13,7-11,11-9; પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9,14-12,11-6; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 6-11,11-9,6-11,11-8,11-9
મેન્સ બીજું રાઉન્ડઃ
બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ ઓમ જયસ્વાલ 12-14,11-4,13-11,11-8; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ મહિપાલસિંહ ગોહીલ 11-6,11-6,11-6; મોનીશ દેઢિયા જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-6,12-10,11-7; જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ રિધમ અમરાણીયા 11-5,7-11,11-1,11-7; કરણપાલ જાડેજા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 8-11,11-9,11-8,11-7; હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ જગદીશ મકવાણા 13-11,13-11,5-11,10-12,11-01; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ કુશલ સંગતાણી 11-6,11-8,11-5; નંદીશ હાલાણી જીત્યા વિરુદ્ધ ગિરીશ જ્હા 12-10,11-6,11-5
અંડર-15 ગર્લ્સ ક્વા. ફાઇનલઃ
પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ મોબોની ચેટરજી 9-11,15-13,11-4,11-8; વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ 14-12,13-11,9-11,11-3; ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-8,9-11,11-7,11-9; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-5,11-13,11-9,11-5
અંડર-17 બોયઝ ક્વા. ફાઇનલઃ
આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-5,11-9,14-12; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-4,11-4,11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-3,11-7,11-6; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-2,11-6,11-9.