બિહારની મોડેલને કંપનીના ડાયરેક્ટરે હિન્દુ નામ રાખી ફસાવી

Spread the love

રાંચી
ઝારખંડના રાંચીમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ બિહારની મોડલ માનવી રાજે આરોપ લગાવ્યો છે કે મોડલિંગ કંપનીના ડાયરેક્ટર તનવીર અખ્તર ખાને તેને હિન્દુ નામ યશ દ્વારા ફસાવી હતી અને તેને લવ જેહાદનો શિકાર બનાવી હતી. માનવીએ આરોપ લગાવ્યો છે કે આરોપી તેના પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો છે. બીજી તરફ આરોપી તનવીરે આરોપોને પાયાવિહોણા ગણાવતા યુવતી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન યુવતીનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. માનવીએ એક વીડિયોમાં પોતાની આપવીતી વ્યક્ત કરી છે. માનવી કહે છે કે તનવીરની હરકતોથી હેરાન થઈને તે રાંચી છોડીને મુંબઈ આવી ગઈ હતી પરંતુ તેણે ત્યાં પણ તેનો પીછો કરવાનો બંધ ન કર્યો હતો. તનવીર પણ મુંબઈ પહોંચ્યો અને ત્યાં પણ તેણે ધર્મ પરિવર્તન કરીને લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. અંતે પરેશાન થઈને તેણે ફરિયાદ નોંધાવી હતી.
પીડિતા માનવી રાજે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. તેણે જણાવ્યું કે તે રાંચી આવ્યા બાદ ગ્રુમિંગ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હટી. સંસ્થાના ડાયરેક્ટર તનવીર છે પરંતુ તેણે પોતાનું નામ યશ જણાવ્યું હતું. તેણે છેતરપિંડી કરીને મિત્રતા કરી હતી. પીડિતાનું કહેવું છે કે તેને થોડા દિવસો પછી ખબર પડી કે તે યશ નહીં પણ તનવીર છે. તનવીર તેના પર ધર્મ પરિવર્તન કરી લગ્ન માટે દબાણ કરવા લાગ્યો હતો. ના પાડતાં તેણે નશાની હાલતમાં તેના વાંધાજનક ફોટા પાડી લીધા અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. મળેલા અહેવાલ અનુસાર તનવીર જેનું પૂરું નામ તનવીર અખ્તર ખાન છે, તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેણે સ્વીકાર્યું છે કે તે મોડલને હેરાન કરતો હતો. જો કે તે કહે છે કે તેનો માનવીને પરેશાન કરવાનો ઈરાદો ન હતો.
માનવીએ વીડિયોમાં કહ્યું છે કે તે યશ મોડલ ઈન્સ્ટિટ્યૂટમાં મોડલિંગ કરતી હતી. લગભગ દોઢ વર્ષ સુધી કામ દરમિયાન તનવીરે તેને માત્ર હેરાનગતિ જ નથી કરી, પરંતુ તેના પર લગ્ન કરવા માટે પણ દબાણ કર્યું હતું. સંસ્થા છોડ્યા પછી તે ભાગલપુર ગઈ. ત્યાંથી તે મોડેલિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગઈ હતી. ત્યાં તે વર્સોવામાં રહેવા લાગી હતી. પણ તનવીર ત્યાં પણ પહોંચી ગયો. તેણે તેને તેનો ધર્મ બદલવા અને તેની સાથે લગ્ન કરવા કહ્યું. ના પાડવા પર તેને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. તેમજ તનવીરના પરિવારના દબાણ હેઠળ સમાધાન કર્યું હતું. આમ છતાં તનવીર હેરાન કરવાનું અને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખે છે. તેણે તેની કેટલીક તસવીરો એડિટ કરીને તેના પરિવારના સભ્યોને પણ મોકલી છે. ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી.
યશ મોડલના સંચાલકનો આરોપ છે કે યુવતીએ જ ધોખાથી બિઝનેસમાં નુકશાન કર્યું છે. યુવતી યશ મોડલમાં કામ કરતી હતી જેથી ઇન્સ્ટીટયુટના ડેટા વિશે તેને જાણકારી હતી. ડેટા મેળવવા માટે જ તેણે પોતાના સાથીઓ સાથે મળીને આ કાવતરું રચ્યું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *