ડિપોઝીટનો હિસ્સો 30 જૂન, 2023ના રોજ બજાજ ફાઇનાન્સના કન્સોલિડેટેડ ઋણના 21% અને સ્ટેન્ડઅલોન ઉધારમાં 28% જેટલો હતો
પુણે/મુંબઈ
ભારતની અગ્રણી અને વૈવિધ્યસભર નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીમાંની એક અને બજાજ ફિનસર્વનો ભાગ એવી બજાજ ફાઇનાન્સ લિમિટેડે આજે જણાવ્યું હતું કે તેની ફિક્સ્ડ ડિપોઝિટ બુકે રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન પાર કર્યું છે.
બજાજ ફાઇનાન્સ પાસે પાંચ લાખ ડિપોઝીટર્સ છે. દરેક ડિપોઝીટરે 2.87 ડિપોઝીટ મૂકી છે અને કુલ 1.4 મિલિયન ડિપોઝીટ છે.
બજાજ ફાઇનાન્સ ક્રિસિલ, ઈકરા, કેર અને ઈન્ડિયા રેટિંગ્સ તરફથી તેના લાંબા ગાળાના ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્થિર, ક્રિસિલ, ઈકરા અને ઈન્ડિયા રેટિંગ તરફથી ટૂંકા ગાળાના ડેટ પ્રોગ્રામ માટે એ1+ અને એએએ (સ્થિર) અને ક્રિસિલ તથા ઈકરા તરફથી તેની ફિક્સ્ડ ડિપોઝીટ્સ પ્રોગ્રામ માટે એએએ (સ્થિર)નું સૌથી વધુ ક્રેડિટ રેટિંગ મળેલું છે.
બજાજ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ – ફિક્સ્ડ ડિપોઝિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ સચિન સિક્કાએ જણાવ્યું હતું કે, અમે અમારા ગ્રાહકો માટે આકર્ષક વ્યાજ દરો પર લાંબા ગાળાના બચત સોલ્યુશન્સ ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા ફિક્સ્ડ ડિપોઝિટ પોર્ટફોલિયોની ઝડપી વૃદ્ધિ, જે છેલ્લા બે વર્ષમાં બે ગણી વધી છે તે બજાજ ફિનસર્વ બ્રાન્ડમાં ગ્રાહકોના વિશ્વાસ, ફિક્સ્ડ ડિપોઝિટને ડિજિટલ રીતે બુક કરવાની સરળતા અને અમારી દેશવ્યાપી હાજરીનું પ્રતિબિંબ પાડે છે.”
બજાજ ફાઇનાન્સ 44 મહિનાની મુદત માટે એફડી પર સૌથી વધુ વ્યાજ દરોમાં ઓફર કરે છે જે વરિષ્ઠ નાગરિકો માટે 8.60% અને અન્ય માટે 8.35% છે.
10 વર્ષોમાં, કંપનીએ તેની ડિપોઝિટ બુક 60%ના સીએજીઆર અને ડિપોઝીટર્સની સંખ્યા 49%ના સીએજીઆર પર વધારી છે.
કંપની 12 મહિનાની મુદત માટે 7.40% અને 24 મહિના માટે 7.55% વ્યાજ દર ઓફર કરે છે. 36થી 60 મહિના માટે, વ્યાજ દરો 8.05% છે. વરિષ્ઠ નાગરિકોને આ દરો પર વધારાના 0.25% ઓફર કરવામાં આવે છે.
બજાજ ફાઇનાન્સ પાસે તેની એપ પર 73 મિલિયન ગ્રાહકો અને 40.2 મિલિયન ગ્રાહકો છે. કંપની તેની ડિજિટલ ચેનલો દ્વારા એફડી માટે પસંદગી કરતા વયજૂથમાં તેના ગ્રાહકોની નોંધપાત્ર સંખ્યા જોઈ રહી છે.