બોલિવૂડના કલાકારો ભણેલા -ગણેલા નથી, દુનિયા વિશે કોઈ જાણકારી નથીઃ વિવેક

Spread the love

હું તેમનાથી વિશેષ જાણકાર છું અને મારો વિશ્વદ્રષ્ટિકોણ છે. નિશ્વિત રીતે હું તેમનાથી ઘણો હોશિયાર છુઃ વિવેક અગ્નિહોત્રી


મુંબઈ
ધ કાશ્મીર ફાઈલ બનાવ્યા પછી વિવેક અગ્નિહોત્રી હંમેશા કોઈના કોઈ કારણે સતત ચર્ચામાં રહ્યા છે. તે પોતાની સ્પષ્ટ વાત માટે જાણીતા છે. તેઓ માત્ર કાશ્મીર ફાઈલ માટે નહી પરંતુ તાશકંદ ફાઈલ્સ માટે જાણીતા છે. તેઓ ડાયરેક્ટરના પદ પર એવા મુદ્દાને દર્શાવે છે કે જેના કારણે તેમની સાહસીકતા બાબતે જાણીતા છે.જેના પહેલા પર કોઈનું ધ્યાન નથી ગયુ. હાલમાં એક વાતચિતમાં વિવેકે બોલીવુડ પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટરને મુંગા કહ્યા હતા.
વિવેક અગ્નિહોત્રી એક વ્યાવસાયિક ફિલ્મ નિર્માતા તરીકે તેમની યાત્રા શરુ કરી હતી. તેમણે ચોકલેટ (2005), ધન ધના ધન ગોલ (2005) અને હેટ સ્ટોરી (2012) જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યુ હતું. પછી તેઓ બુદ્ધ ઈન એ ટ્રાફિક જામ (2014)ની સાથે એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા બની ગયા હતા. તેમણે કહ્યુ કે તે હું બોલીવુડમાથી માનસિક રીતે રાજીનામું આપી દીધુ છે. હાલમાં જ અનસ્ક્રિપ્ટેડ પોડકાસ્ટ પર વાત કરતા વિવેકે ખુલાશો કર્યો હતો કે તેમણે કોમર્શિયલ સિનેમા છોડી દીધી છે, કારણે જે કલાકારો સાથે તેમણે કામ કર્યુ છે, તેઓ દુનિયા વિશે શિક્ષિત નહોતા અને એક રીતે તેમની બુદ્ધિનું અપમાન કરી રહ્યા છે.
વિવેકે વધુમાં વાત કરતા કહ્યુ હતું કે, હું આ અહંકારમાં નથી રહ્યો, પરંતુ હું સાચુ કહુ છું. મને લાગે છે કે જે કલાકારો સાથે કામ કરુ છું. તે ભણેલા -ગણેલા નથી અને તેમણે દુનિયા વિશે કોઈ જાણકારી નથી. હું તેમનાથી વિશેષ જાણકાર છું અને મારો વિશ્વદ્રષ્ટિકોણ છે. નિશ્વિત રીતે હું તેમનાથી ઘણો હોશિયાર છું. એટલા માટે તેમની મુર્ખતા મને નીચે ખેચી લાવે છે. તે એટલા મુર્ખ છે કે તેમની સાથે તમને પણ નીચે ખેચી લાવે છે. તેમણે કહ્યું કે, બોલિવૂડ તેના અભણ અને મૂંગા સ્ટાર્સને કારણે મૂંગું થઈ ગયું છે.

Total Visiters :189 Total: 1497865

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *