આ પહેલા પણ સીમાને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, પ્રોડ્યુસર અમિત જાનીએ તેની આવનારી ફિલ્મ ‘ટેલર કન્હૈલાલ’ માં કામ કરવાની ઓફર આપી હતી

નવી દિલ્હી
પાકિસ્તાની ભાભી નામથી દેશભરમાં મશહુર થયેલી સીમા હૈદર શું હવે ટીવી પર જોવા મળશે? બિગ બોસ અને કપિલ શર્મા શોમાં આવવાની અટકળો બાદ આજે ખુદ સીમા હૈદરે તેના વિશે કંફર્મ કર્યુ હતું. સીમાના એક વીડિયોમાં જાહેર કરીને કહ્યુ હતું કે તેને બીગ બોસ અને કપિલ શર્મા શો માટે ઓફર મળી હતી. આ પહેલા એક પ્રોડ્યુસરે સીમા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.
સીમાએ એક વીડિયો જાહેર કરીને એક વાત પરથી પડદો ઉતારી લીધો હતો તેણે કહ્યુ કે, આ બન્ને શો માટે ઓફર મળી હતી પરંતુ તેનો સ્વીકાર કર્યો નહોતો. સીમાએ કહ્યુ હતું કે નમસ્કાર, જય શ્રીરામ, રામ રામ.. હું સીમા મીણા પત્નિ સચિન મીણા..જેવુ કે તમે બધાએ સાંભળ્યું છે મને કપિલ શર્મા શો માટે અને બિગ બોસ માટે ઓફર મળી હતી પરંતુ હાલમાં આ બન્ને શો માંથી એક પણ શોમાં પ્રોગ્રામ કરવાનો કોઈ પ્લાન નથી. અને ભવિષ્યમાં કોઈ એવો પ્લાન કરીશ તો જરુર કહીશ. હિન્દુસ્તાન જિંદાબાદ.
એ પણ હકીકત છે કે આ પહેલા પણ સીમાને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. પ્રોડ્યુસર અમિત જાનીએ તેની આવનારી ફિલ્મ ‘ટેલર કન્હૈલાલ’ માં કામ કરવાની ઓફર મળી હતી. પરંતુ સીમાએ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી હતી. સીમાએ કહ્યુ હતું કે તે કામ કરવા ઈચ્છે છે પરંતુ તેને એજન્સી તરફથી હજુ ક્લીન ચીટ મળી નહોતી.