અરજદારે મહિલાને કહ્યું હતું કે પોતાની પત્ની સાથે બનતું નથી અને બાદમાં મહિલાને વિશ્વાસ અપાવ્યો કે તેમને પત્નીને છુટાછેડા આપી દીધા છે

મુંબઈ
બોમ્બે હાઈ કોર્ટે પહેલેથી જ વિવાહિત હોવા છતાં લગ્ન કરનાર એક વ્યક્તિ સામે થયેલી એફઆઈઆર રદ કરવાનો અસ્વીકાર કરતા કહ્યું કે આ ફ્કત દ્વિવિવાહની શ્રેણીમાં જ નહીં પણ તેનુ આચરણ પણ બળાત્કાર જેવા ગુનાના દાયરામાં આવે છે. એક રિપોર્ટ મુજબ જસ્ટીસ નીતિન સામ્બ્રે અને રાજેશ પાટિલે 24 ઓગસ્ટના રોજ એ વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી જેના પર પૂણે પોલીસે આઈપીએસની ધારા 376 અને 494 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2006માં મહિલાના પતિના મૃત્યુ થયા બાદ આ અરજદાર વ્યક્તિ મોરલ સપોર્ટના નામે તેની પાસે જવા લાગ્યો. બંને વ્યક્તિ વ્યવસાયે શિક્ષક છે. અરજદારે મહિલાને કહ્યું હતું કે પોતાની પત્ની સાથે બનતું નથી અને બાદમાં મહિલાને વિશ્વાસ અપાવ્યો કે તેમને પત્નીને છુટાછેડા આપી દીધા છે. આ પછી મહિલા અને તે વ્યક્તિએ 2014ની જૂનમાં લગ્ન કરી લીધા હતા અને 31 જાન્યુઆરી 2016 સુધી સાથે રહ્યા હતા.
બે વર્ષ સુધી એકસાથે રહ્યા બાદ અરજદાર વ્યક્તિએ તે મહિલાને છોડી દીધી હતી જેની સાથે તેના બીજા લગ્ન થયા હતા. આ પછી તે વ્યક્તિ ફરીથી તેની પહેલી પત્નીની પાસે ચાલ્યો ગયો હતો. આ દરમિયાન પૂછપરછ કરવા પર મહિલાને અહેશાસ થયો કે તેણીને ખોટી રીતે છુટાછેડા હોવાનું કહી અને ખોટા વાયદા આપીને લગ્ન કર્યા અને શારીરિક સંબંધ બાધ્યા હતા. જો કે અરજદારના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલાને ખબર હતી કે 2010માં તેમની પત્નીને છુટાછેડા આપવાની કાર્યવાહી તરત જ પાછી ખેંચી લીધી હતી.
ન્યાયાધીશોએ કહ્યું કે એક બાજુ અરજદાર બીજા લગ્નની વાતને સ્વીકાર કરી રહ્યો હતો જ્યારે તેની પહેલેથી જ વિવાહિત હતો અને બીજી તરફ તેણે દાવો કર્યો છે પોતાનો સંબંધ સહમતિથી બન્યો હતો. ન્યાયાધીશોએ અંતે તારણ કાઢ્યું કે જ્યારે અરજદારે પહેલેથી વિવાહિત હોય અને બીજી વાર લગ્ન કરીને અને શારીરિક સંબંધ બાંધવો એ ધારા 376ની શ્રેણીમાં આવે છે. આ સાથે જ ન્યાયાધીશોએ આરોપી વિરુદ્ધ દાખલ કરાયેલ એફઆઈઆર રદ કરવાનો અસ્વીકાર કર્યો હતો.