ફાઈનલમાં સોફ્ટ સિગ્નલ નિયમનો ઉપયોગ નહીં કરાય

Spread the love

અગાઉ જો કોઈ શંકાસ્પદ કેચના કિસ્સામાં મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હોય, તો તેણે ‘સોફ્ટ સિગ્નલ’ આપવો પડતો હતો


લંડન
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી લંડનના ઓવલમાં રમાશે. ભારતીય ટીમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું, જેના કારણે તે નવા ઉત્સાહ સાથે મેદાન પર ઉતરશે. ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે.
આ પહેલા વર્ષ 2021માં ભારતીય ટીમે ડડબલ્યુટીસીની ફાઈનલ પણ રમી હતી. સાઉથેમ્પટનમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડે આઠ વિકેટે હરાવ્યું હતું. હવે ભારત પાસે એ હાર ભૂલીને ટ્રોફી કબજે કરવાની સુવર્ણ તક છે. ડડબલ્યુટીસી ફાઈનલ મેચને લઈને બંને દેશના ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઈસીસીએ ફાઈનલ મેચ પહેલા પ્લેઈંગ કન્ડીશન્સમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેથી મેચને વધુ રસપ્રદ બનાવવાની સાથે તેમાં પારદર્શિતા લાવી શકાય.
આ વખતે ફાઈનલ મેચમાં ‘સોફ્ટ સિગ્નલ’ નિયમનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એટલે કે મેદાન પરના અમ્પાયરોને નિર્ણય રેફર કરતા પહેલા ‘સોફ્ટ સિગ્નલ’ આપવાનો અધિકાર નહીં હોય. અગાઉ જો કોઈ શંકાસ્પદ કેચના કિસ્સામાં મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હોય, તો તેણે ‘સોફ્ટ સિગ્નલ’ આપવો પડતો હતો. આ નિયમ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચોમાં લાગુ કરવામાં આવ્યો છે.
સોફ્ટ સિગ્નલને લઈને ઘણી વખત બબાલ થઇ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન માર્નસ લાબુશેનને મેદાન પરના અમ્પાયરે સોફ્ટ સિગ્નલ તરીકે કેચ આઉટ આપવામાં આવ્યો હતો. સ્લિપમાં પકડાયેલો આ કેચ ક્લીન ન હતો, પરંતુ થર્ડ અમ્પાયર પાસે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટી શકે તેવા પૂરતા પુરાવા ન હતા, જેના કારણે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી ડડબલ્યુટીસી ફાઇનલમાં જો વાદળછાયું વાતાવરણ હોય અને કુદરતી પ્રકાશ એટલો સારો ન હોય તો ફ્લડલાઇટ ચાલુ કરી શકાય છે. જો કે સારી વાત એ છે કે આ મેચ માટે 12મી જૂને રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે.
આઈસીસીએ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન જોખમી સ્થિતિમાં હેલ્મેટ પહેરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. હવે ઝડપી બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેને હેલ્મેટ પહેરવી જ પડશે. જ્યારે વિકેટકીપરો સ્ટમ્પની નજીક ઉભા રહે છે અને ફિલ્ડરો પીચની સામે બેટર્સની નજીક ઉભા રહે છે, ત્યારે તેમના હેલ્મેટ પહેરવા જરૂરી રહેશે.
આઈસીસીએ ઓડીઆઈ અને ટી20 ઇન્ટરનેશનલમાં ફ્રી હિટને લગતા નિયમોમાં પણ નાના ફેરફારો કર્યા હતા. હવે જો ફ્રી હિટ દરમિયાન બોલ સ્ટમ્પ સાથે અથડાશે અને બેટ્સમેન તેના પર દોડીને રન લેશે તો તે સ્કોરમાં ઉમેરવામાં આવશે. એટલે કે બેટ્સમેન ફ્રી હિટ પર બોલ્ડ થવા છતાં રન બનાવી શકે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *