પીઠમાં ગંભીર ઈજા, સર્જરીની જરૂર પડી શકે છે
હૈદ્રાબાદ
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુ્ત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે તેઓ લપસીને પડી ગયા હતા જેના પગલે તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર (કેસીઆર) ગઈકાલે લપસીને પડી ગયા હોવાથી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને સર્જરીની જરૂર પડી શકે છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને મોટો ફટકો પડ્યો હતો અને પક્ષ સત્તાથી બહાર થઈ ગયો હતો. તેલંગાણામાં કોંગ્રેસને જંગી બહુમતી મળી છે.