વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા, ભાજપમાં જોડાવાની શક્યતા
ગાંધીનગર
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.
ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતાઓ છે અને ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા છે.