ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, અગાઉ એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો
નવી દિલ્હી
એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે.
માહિતી અનુસાર ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેને યથાવત્ રખાયા છે. આજથી દિલ્હીમાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર 1757 રૂપિયામાં મળશે. અગાઉ તેની કિંમત 1796.50 રૂપિયા હતી . જે કોલકાતામાં 19 કિલોવાળું આ સિલિન્ડર 1868.50 રૂપિયામાં મળશે. એક ડિસેમ્બરથી ગઈકાલ સુધી તેનો ભાવ 1908 રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી.