ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો ગભરાઈ ગયા હતા, ટ્રેન રોકાયા પછી તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા હતા
જયપુર
રાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. બાલોતરાના સમદડી રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા અરાજકતા સર્જાઈ હતી. મળેલી માહિતી મુજબ જોધપુરથી પાલનપુર જતી ડેમો પેસેન્જર ટ્રેન સમદડી સ્ટેશનથી થોડી નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. જેથી ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો ગભરાઈ ગયા હતા. ટ્રેન રોકાયા પછી તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા હતા.
માંલેઈ માહિતી મુજબ ટ્રેનને અચાનક જ બ્રેક લગાવવામાં આવી જેથી ટ્રેન પાટા પરટી ઉતરી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેશન પહોંચતા પહેલા ગાયના ટ્રેનની સામે આવવાથી લોકો પાયલોટે અચાનક બ્રેક લગાવી હતી. જેના કારણે ટ્રેનના આગળના બે પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. તે પછી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ગભરાઈ ગયા હતા. ટ્રેનના રોકાવાથી લાઈન પર અવરજવર પણ રોકી દેવામાં આવી હતી. આ ઘટનાના કારણે તે રૂટ પર ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર આજે રદ્દ કરવામાં આવી છે.
આ સાથે અજમેર ડિવિઝનના મદાર-પાલનપુર રેલ્વે સેક્શનમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે ટ્રાફિક બ્લોકની સમસ્યા પણ સામે આવી રહી છે. જેના કારણે રેલ્વેએ ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસને આજે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસને આવતીકાલ માટે પણ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલ્વેએ 24થી 27 ડિસેમ્બર વચ્ચેની ટ્રેન નંબર 09630 ફુલેરા-જયપુર એક્સપ્રેસને પણ રદ્દ કરી છે. ટ્રેન નંબર 14312/14322ને 25થી 27 ડિસેમ્બર વચ્ચે રિશેડ્યુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.