સેન્સેક્સમાં 299 અને નિફ્ટીમાં 73 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

Spread the love

છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો, સેક્ટોલ ઈન્ડેક્સમાં એફએમસીજીમાં 2 ટકાનો ઘટાડો


મુંબઈ
સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. શુક્રવારે પણ માર્કેટ 887 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું. આજે ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 301.93 લાખ કરોડ થઈ છે. શુક્રવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 302.09 લાખ કરોડ રૂપિયા અને ગુરુવારના સત્રમાં 304.03 લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 299.48 પોઇન્ટના ઘટાડા સાથે 66384.78 પોઇન્ટ અને નિફ્ટી 72.65 પોઇન્ટના ઘટાડા સાથે 19672.35 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી 152.15 પોઇન્ટના ઘટાડા સાથે 45923.05 પોઇન્ટ પર બંધ રહી. રોકાણકારોની નફાવસૂલીના કારણે આજે બજારમાં ઘટાડો થયો. આજે એફએમસીજી અને મેટલ શેર્સમાં કડાકો બોલ્યો હતો. આજે 1731 શેર વધ્યા, 1873 ઘટ્યા અને 147 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો.
નિફ્ટીના ટોપ લૂઝર્સમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિયાનિયા ઈન્ડસ્ટ્રીઝ હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ડો.રેડ્ડી લેબ, બજાજ ફાયનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. સેક્ટોલ ઈન્ડેક્સમાં એફએમસીજીમાં 2 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, બેંક એન્ડ મેટલ 0.5 ટકા ઘટ્યા હતા. જ્યારે પાવર, કેપિટલ ગુડ્સ 0.5 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. સૌથી મોટો નિફ્ટી એફએમસીજીમાં જોવા મળ્યો હતો. આ ઈન્ડેક્સ 925 પોઈન્ટ અથવા 1.72 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા અને હેલ્થકેર સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા હતા. સ્મોલ કેપ શેર્સમાં પણ વેગ જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાં 30 શેરો તેજી સાથે અને 20 ઘટાડા સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં બીએસઈ ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55.12 પોઈન્ટ ના ઘટાડા સાથે 66,629.14 ના સ્તર પર ખુલ્યો હતો. એનએસઈનો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 3.45 પોઈન્ટના મામૂલી વધારા સાથે 19,748.45 પર ખુલ્યો હતો.

Total Visiters :204 Total: 1497634

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *