ક્વાર્ટર્લી આવક રૂ. 37,119 કરોડ, Y-o-Y 17.7% નો વધારો
ક્વાર્ટર્લી EBITDA રૂ. 15,931 કરોડ, Y-o-Y 17.8% નો વધારો
કુલ સબસ્ક્રાઇબર બેઝ ~479 મિલિયન સપ્ટેમ્બર’24ની સ્થિતિએ, Y-o-Y 4.2% નો વધારો
ARPUY-O-Y7.4%ના વધારા સાથે રૂ. 195.1, ટેરીફમાં થયેલા વધારાની સંપૂર્ણ અસર આગામી 2-3 ક્વાર્ટરમાં આવશે
148 મિલિયન સબસ્કાઇબર્સ 5G માં તબદિલ થતાં અને વાયરલેસ ડેટા ટ્રાફિકમાં ~34% યોગદાન સાથે જિયોએ 5Gમાં તેનું અગ્રણી સ્થાન વધારે મજબૂત કર્યું છે
5G અને હોમ યુઝર્સના ઊચ્ચતમ મિક્સ સાથે માથાદિઠ ટેડા વપરાશ વધીને 31GB/માસ થયો
હોમ કનેક્ટ્સ માટેનું વધુ એક વિક્રમી ક્વાર્ટર, 2.8 મિલિયનથી વધુ જિઓએરફાઇબર જોડાણો સાથે જિયો વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વૃધ્ધિ પામનાર ફિક્સ વાયરલેસ ઓપરેટર

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન, શ્રી આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ સ્થાપના થઈ ત્યારથી ગ્રાહકો અને શેરધારકો માટે મૂલ્યસર્જન માટે ડીપ ટેક ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય ડિજિટલ પરિદ્રશ્યની જિયો ટ્રુ5G અને જિયોએરફાઈબર દ્વારા કરવામાં આવેલી પ્રવર્તમાન કાયાપલટ આ અભિગમની સાક્ષી પૂરે છે. AI આ કાયાપલટ માટેના નવા રનવેનું નિર્માણ કરી રહ્યું છે, અને જિયો ભારતમાં તમામ ભારતીયો માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ AI ઈકોસિસ્ટમને વિકસાવવા કટિબદ્ધ છે. જિયો શેરધારકોને ખૂબ ઝડપથી વળતર પૂરું પાડવા વચનબદ્ધ છે અને તેણે વર્તમાન ત્રિમાસિકગાળામાં નાણાકીય પ્રદર્શનમાં મજબૂત પ્રગતિ દર્શાવી છે.”