ત્રિમાસિક આવક નજીવા ઘટાડા સાથે₹76,302 કરોડ નોંધાઈ
ત્રિમાસિક ગાળાનો EBITDA નજીવા વાધારા સાથે₹ 5,850 કરોડ થયો
વિવિધ ફોર્મેટમાં કુલ 297મિલિયન ફૂટફોલ નોંધાયા; 464 નવા સ્ટોર્સ ખૂલ્યા
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે ભાવિ વૃદ્ધિ માટે મજબૂત પાયો રચવા તેમજ બજારમાં નેતૃત્ત્વ જાળવી રાખવા ટેકનોલોજી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો કરવાનું જાળવી રાખ્યું છે. અમે રોજિંદી આવશ્યક ચીજોથી માંડીને પ્રિમિયમ ઓફરિંગ્સ સુધીના ફલક પર વિસ્તરેલી નવતર પ્રોડક્ટ્સની સાથે અમારા ગ્રાહકો માટેની પસંદગીઓને સુદૃઢ બનાવવાનું ચાલુ રાખ્યું છે. અમારી વિવિધતા તેમજ વિવિધ કેટેગરીમાંની નવતર પ્રસ્તુતિને સતત વિસ્તારીને, અમે એવી શોપિંગ અનુભૂતિનું સર્જન કરી રહ્યા છીએ કે જે અમારા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાની સાથે રિટેલ ક્ષેત્રમાં અમારા નેતૃત્ત્વને સુદૃઢ બનાવે છે.”