ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ આવક રૂ. 2,58,027 કરોડ (30.8 બિલિયન ડોલર) રહી, નજીવો વધારો
ક્વાર્ટર્લી કોન્લોલિડેટેડ EBITDA રૂ. 43,934 કરોડ (5.2 બિલિયન ડોલર), નજીવો ઘટાડો
જિયો પ્લેટફોર્મ્સનો વિક્રમી ક્વાર્ટર્લી કરવેરા પછીનો નફોA રૂ. 6,536 કરોડ
રિલાયન્સ રિટેલનો ક્વાર્ટર્લી કરવેરા પછીનો નફોA રૂ. 2,935 કરોડ
પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ. ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને એ નોંધતા આનંદ થાય છે કે આ ક્વાર્ટર દરમિયાન રિલાયન્સે તેના વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોની લવચિકતાનું ફરી એકવાર પ્રદર્શન કર્યું. અમારું પ્રદર્શન ડિજિટલ સેવાઓ અને અપસ્ટ્રીમ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિને પ્રતિબિંબિંત કરે છે. આનાથી O2C બિઝનેસના નબળા યોગદાનને આંશિક રીતે સરભર કરવામાં મદદ મળી, જે પ્રતિકૂળ વૈશ્વિક માગ-પુરવઠાના પરિબળો દ્વારા પ્રભાવિત થયું હતું.
ડિજિટલ સેવાઓમાં વૃધ્ધિ એઆરપીયુમાં વધારા અને અમારી સેવાઓના મજબૂત વેલ્યુ પ્રોપોઝીશન્સને પ્રતિબિંબિત કરતા કસ્ટમર એંગેજમેન્ટ મેટ્રીક્સના સુધારાને કારણે હતી. અમારા અનોખા ઉદ્યોગ-અગ્રણી JioAirFiberઓફરને કારણે હોમ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં ઝડપી વૃધ્ધિ જોવા મળી રહી છે.
Jioની વ્યાપક સેવાઓ તેને ભારતના દરેક ગામ, નગર અને શહેર તેમજ દેશના નાના અને મધ્યમ કક્ષાના સાહસોનું ડિજિટલી સશક્તિકરણ કરવા સક્ષમ બનાવે છે. ડિજિટલ સેવાઓનો વ્યવસાય રાષ્ટ્રીય સ્તરે નવીન ડીપ-ટેક સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે અને તમામ ભારતીયોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પાથ-બ્રેકિંગ લાભો પહોંચાડવાના માર્ગ પર છે.
રિટેલ સેગમેન્ટ તેના કન્ઝ્યુમર ટચપોઇન્ટ્સ અને ભૌતિક અને ડિજિટલ ચેનલો પર પ્રોડક્ટ ઓફરિંગમાં વધારો કરવાનું ચાલુ રાખે છે. અનોખી ઓમ્ની-ચેનલ રિટેલ મોડલ બિઝનેસને વિશાળ, વૈવિધ્યસભર ગ્રાહકોની વિશાળ શ્રેણીની જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ બનાવે છે. રિટેલ બિઝનેસ પ્રખ્યાત સ્થાનિક તેમજ વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખે છે, ગુણવત્તાયુક્ત ઉત્પાદન ઓફરિંગની તેની બાસ્કેટને વિસ્તૃત બનાવે છે. અમારી રિટેલ કામગીરીને મજબૂત કરવા પરનું ધ્યાન કેન્દ્રિત કરવાથી આગામી ક્વાર્ટર્સ અને વર્ષોમાં આ વ્યવસાયને ઝડપથી વધારવામાં અને અમારા ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિની ગતિને ટકાવી રાખવામાં મદદ કરશે.
અમારી પ્રથમ ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરી આ વર્ષના અંત સુધીમાં સોલાર પીવી મોડ્યુલનું ઉત્પાદન શરૂ કરવાના પથ પર છે. સોલાર, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, ગ્રીન હાઇડ્રોજન, બાયો-એનર્જી અને વિન્ડ સહિતના રિન્યુએબલ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી સાથે, ન્યૂ એનર્જી બિઝનેસ વૈશ્વિક સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં નોંધપાત્ર યોગદાનકર્તા બનવા તૈયાર છે.”