પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી છે.
રિયાઝે કહ્યું, અમે પહેલા નક્કી કર્યું હતું કે કેરટેકર પીએમ નાના પ્રાંતમાંથી કોઈ હોવું જોઈએ. અમે સર્વસંમતિ પર પહોંચી ગયા છીએ કે અનવર-ઉલ-હક કાકર કેરટેકર પીએમ હશે.” “મેં આ નામ આપ્યું હતું અને વડાપ્રધાને આ નામ માટે સંમતિ આપી છે. મેં અને વડાપ્રધાને સારાંશ પર હસ્તાક્ષર કર્યા છે. કાકર આવતીકાલે વચગાળાના પીએમ તરીકેના શપથ લેશે. રિયાઝે કહ્યું કે, આજે પીએમ શાહબાઝ સાથેની તેમની બેઠકમાં કેરટેકર કેબિનેટની ચર્ચા થઈ નથી.