~રિલાયન્સ રિટેલની સઘન ઉપસ્થિતિ અને બ્રાન્ડ્સના વિશાળ પોર્ટફોલિયોનો કાર્ડધારકોને મળશે લાભ ~
~એસબીઆઈ કાર્ડના કાર્ડધારકોને પ્રાપ્ત થશે બેસ્ટ-ઈન-ક્લાસ મૂલ્યની પ્રસ્તુતિ, ઓફર્સ અને લેટેસ્ટ ટેકનોલોજી ~
~ઈકો-કોન્શિયસ અભિગમ સાથે આ પોતાના-પ્રકારનું-એકમાત્ર કાર્ડ બન્યું છે 100% રિસાઈકલ્ડ પ્લાસ્ટિકમાંથી ~
મુંબઈ
ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ જારી કરનારી કંપની એસબીઆઈ કાર્ડ અને ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ સાથે મળીને લોંચ કરી રહ્યા છે ‘રિલાયન્સ એસબીઆઈ કાર્ડ’. આ અનોખા લાઈફસ્ટાઈલ-કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની બદલાતી જરૂરિયાતો ધરાવતા માસથી પ્રિમિયમ સુધીના સેગમેન્ટના ગ્રાહકોને એક નવીનતમ અને રિવોર્ડિંગ શોપિંગની અનુભૂતિ ઓફર કરવામાં આવે છે. કાર્ડધારકોને આ કાર્ડ રિલાયન્સ રિટેલની ફેશન અને લાઈફસ્ટાઈલથી લઈને ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સથી માંડીને ફાર્મા, ફર્નિચરથી લઈને જ્વેલરી તથા બીજી ઘણી વ્યાપક રેન્જ ધરાવતી સઘન અને વૈવિધ્યસભર ઈકો-સિસ્ટમમાં વ્યવહાર કરીને લાભો તથા રિવોર્ડનો ખજાનો ખોલવા સક્ષમ બનાવે છે. તદુપરાંત, રિલાયન્સ એસબીઆઈ કાર્ડ વપરાશકારો પ્રવર્તમાન ધોરણે એસબીઆઈ કાર્ડ દ્વારા પ્રસ્તુત કરાતી ખાસ કાળજીપૂર્વક બનાવાયેલી ઓફર્સને પણ માણી શકે છે.
બે ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચેનું આ સોહાર્દપૂર્ણ જોડાણ વ્યાપક ઉપભોક્તા પહોંચ તથા અનોખી રિટેલ પ્રસ્તાવના ધરાવતી રિલાયન્સ રિટેલની સાથે એસબીઆઈ કાર્ડના સઘન નેટવર્કનો લાભ ઉઠાવવાનો ઉદ્દેશ ધરાવે છે જેથી વિશેષ વેલકમ બેનિફિટ્સથી માંડીને ખાસ-તૈયાર કરાયેલા પ્રવાસ તથા મનોરંજન બેનિફિટ્સ, તેમજ ખાસ ખર્ચ-આધારિત માઈલસ્ટોન રિવોર્ડ્સ જેવા કે રિન્યુઅલ ફી વેઈવર અને રિલાયન્સ રિટેલના સંપૂર્ણ નેટવર્કમાં વ્યવહાર કરવા માટેના રિલાયન્સ રિટેલ વાઉચર્સ જેવા એક્સક્લુઝિવ રિવોર્ડ્સને પ્રસ્તુત કરી શકાય. આ ભાગીદારીની આકાંક્ષા ગ્રાહક અનુભૂતિની પુનઃવ્યાખ્યા કરીને ભારતીય બજારમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ માટે નવું સીમાચિહ્ન રચવાની છે.
આ કો-બ્રાન્ડેડ કાર્ડને બે વેરિઆન્ટ- રિલાયન્સ એસબીઆઈ કાર્ડ અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઈમમાં લોંચ કરાયું છે, જે દરેકની ડિઝાઈન ગ્રાહકોની ભિન્ન જરૂરિયાતો માટે વૈવિધ્યપૂર્ણ રિવોર્ડ્સ તથા લાઈફસ્ટાઈલને લગતા લાભો પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાઈ છે.
રિલાયન્સ રિટેલ લિમિટેડના ડાયરેક્ટર, વી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ ખાતે, અમે હંમેશા દરરોજે શોપિંગની અનુભૂતિને વધુને વધુ આનંદદાયક બનાવીને અમારા ગ્રાહકો માટે આનંદિત રહેવાના નવા રસ્તા શોધવા પ્રયત્નશીલ રહીએ છીએ. એસબીઆઈ કાર્ડ સાથે અમારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ આ વચનબદ્ધતા તરફનું વધુ એક ડગલું છે. એસબીઆઈ કાર્ડ હાલ કાર્ડ ઉદ્યોગમાં અગ્રણી છે અને તેની સાથે ભાગીદારી સાધવાનો અમને રોમાંચ છે. જેના થકી વ્યાપક શ્રેણીના લાભો, એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ અને અમારી સાથે ઓનલાઈન તથા અમારા તમામ સ્ટોર્સમાં શોપિંગ માટે રિવોર્ડ્સ સાથેના રિલાયન્સ એસબીઆઈ કાર્ડને અમે પ્રસ્તુત કરી શકીશું. એસબીઆઈ કાર્ડ સાથે મળીને, અમને અમારા ગ્રાહકો માટે આનંદને પ્રસ્તુત કરવા તેમજ અપેક્ષાઓથી પણ સારી કામગીરી જારી રાખવાની આશા છે.”
એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ, અભિજીત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “ભારતના સંગઠિત રિટેલ ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરનારી રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી સાધવાનો અમને આનંદ છે. આ ભાગીદારી એ ગ્રાહક-કેન્દ્રિયતા તેમજ વિશ્વ-સ્તરીય ગ્રાહક અનુભૂતિ પૂરી પાડવાની વચનબદ્ધતા પર અમારા બંનેનું ધ્યાન-કેન્દ્રિત હોવાનું જ પરિણામ છે. એસબીઆઈ કાર્ડ ખાતે, અમે હંમેશાથી અમારા ગ્રાહકોની જીવનશૈલીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાની સાથે મજબૂત મૂલ્ય ઓફર કરે તેવી પ્રોડક્ટ્સની ડિલિવરી કરવામાં માનીએ છીએ. રિલાયન્સ એસબીઆઈ કાર્ડને એક પરિપૂર્ણ પ્રોડક્ટ તરીકે વિકાવાયું છે જે મોટાભાગના ઉપભોક્તા સેગમેન્ટ સાથે સંલગ્ન છે. અમારા તીવ્રતમ કો-બ્રાન્ડ પોર્ટફોલિયોમાં આ એક શક્તિશાળી ઉમેરો છે, અને અમને અપેક્ષા છે કે તેના દ્વારા પ્રસ્તુત કરાતા યુનિવર્સલ યુઝેજ (ઉપયોગ) એવન્યૂને જોતાં તે એક લોકપ્રિય ક્રેડિટ કાર્ડ બનશે.”
રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઈમની વાર્ષિક રિન્યુઅલ ફી ₹ 2,999 વત્તા લાગુ પડતા કરવેરા છે અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડની વાર્ષિક રિન્યુઅલ ફી ₹ 499 વત્તા લાગુ પડતા કરવેરા છે. કાર્ડધારકો રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઈમ પર ₹ 3,00,000 અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પર ₹ 1,00,000ના વાર્ષિક ખરીદી સીમાચિહ્નને પ્રાપ્ત કરવા પર રિન્યુઅલ ફીમાંથી મુક્તિ મેળવી શકે છે. આ કાર્ડને રિસાઈકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવાયું છે અને તેને રૂપેય પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું છે.
રિલાયન્સ રિટેલ પોતાની છત્રછાયા હેઠળ વિવિધ વપરાશના બજારોમાં સ્ટોર્સ તથા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે. તેની ચાવીરૂપ બ્રાન્ડ્સમાં – રિલાયન્સ સ્માર્ટ, સ્માર્ટ બાઝાર, રિલાયન્સ ફ્રેશ સિગ્નેચર, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, જિયોમાર્ટ, આજિયો, રિલાયન્સ જ્વેલ્સ, અર્બન લેડર, નેટમેડ્સ તથા બીજા ઘણાનો સમાવેશ થાય છે.