આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી હજુ સુધી આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી નથી

મોસ્કો
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આગામી 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ફરી લડવાનો નિર્ણય કર્યો છે. જો તેઓ ફરી એક વખત આ ચૂંટણી જીતી જશે તો 2030 સુધી સત્તામાં રહેશે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો.
જોકે આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી હજુ સુધી આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી નથી. અજાણ્યા સુત્રોના અહેવાલ પર આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મામલે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પુટિન હવે 71 વર્ષના થઈ ગયા છે અને તેઓ છેલ્લે 1999થી રશિયામાં સત્તામાં છે. તેઓ બોરિસ યેલ્તસીનની જગ્યાએ સત્તામાં આવ્યા હતા. તેઓ રશિયામાં જોસેફ સ્ટાલિન પછી સૌથી વધુ સુધી સમય રાષ્ટ્રપતિ રહેનારા પ્રથમ નેતા બની ગયા છે. રશિયામાં માર્ચ 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની શક્યતા છે.