ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે, જેથી યુઝર્સ જાણી શકે કે કોલ કોણે કર્યો છે
નવી દિલ્હી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી કરોડો મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (સીએનએપી) સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે, જેથી યુઝર્સ જાણી શકે કે કોલ કોણે કર્યો છે.
વર્ષ 2023માં ટ્રાઈએ એક કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું હતું. જેમાં ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી રાહત આપવા માટે સપ્લિમેન્ટરી સર્વિસ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ટ્રાઈએ આ માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (સીએમએપી) સૂચવ્યું હતું, જે સિમ કાર્ડ ખરીદતી વખતે યુઝર્સ દ્વારા આપવામાં આવેલા કેવાયસી નોંધણી ડેટાના આધારે કોલ કરનારનું નામ બતાવશે.
સીએનએપી એક સપ્લિમેન્ટરી સર્વિસ છે, જે ફોનની સ્કીન પર કોલ કરનારનું નામ દર્શાવે છે. હાલમાં થર્ડ પાર્ટી એપ દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. થર્ડ પાર્ટી એપની આ સર્વિસ ક્રાઉડ સોર્સડ ડેટા પર આધારિત છે, જે ભરોસાપાત્ર નથી. ટ્રાઈએ યુઝર્સના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા નામના આધારે સીએનએપીની ભલામણ કરી છે, જેથી સાચા કોલરની ઓળખ થઈ શકે.
નોંધનીય છે કે, ટ્રાઈએ નવેમ્બર 2022માં સીએનએપી સાથે જોડાયેલા કન્સલ્ટેશન પેપર જાહેર કરીને સ્ટેકહોલ્ડર્સ, પબ્લિક અને ઈન્ડસ્ટ્રી પાસે પ્રતિભાવો માંગ્યા હતા. માર્ચ 2023માં આના પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં લગભગ 40 સ્ટેકહોલ્ડર્સે ટ્રાઈના કન્સલ્ટેશન પેપર પર પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ત્યારાબાદ ટ્રાઈએ જણાવ્યું હતું કે ‘આ ચર્ચામાં સ્ટેકહોલ્ડર્સના ઈનપુટ્સ અને પ્રતિભાવોના આધારે, ભારતીય ટેલિકોમ નેટવર્ક માટે સીએનએપી સર્વિસ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી છે.